નવી દિલ્હીઃ PM awas Yojana: પીએમ આવાસના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. સરકારે 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (PMAY-G Scheme) ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સરકારે પીએમ આવાસ યોજના- ગ્રામીણ હેઠળ 2.95 કરોડ પાકાં મકાનો આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી નવેમ્બર 2021 સુધીમાં 1.65 કરોડ પાકાં મકાનો બનાવવામાં આવ્યા છે. બાકીના પરિવારો પણ તેમના પાકાં મકાનો બનાવી શકે એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને 2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી લાખો ગ્રામજનોને ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 1.97 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, માર્ચ 2021 સુધી પીએમ આવાસ યોજના-ગ્રામીણ પર 1.97 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેમાંથી કેન્દ્ર સરકારે 1,44,162 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બાકીના પાકાં મકાનોના બાંધકામ માટે સરકારે રૂ. 2,17,257 કરોડ મંજૂર કર્યા છે, જેથી 2024 સુધીમાં બાકીના પરિવારને પણ પાકાં મકાનો બનાવીને આપી શકાય.


સરકાર દ્વારા આપવામાં આવી જાણકારી
તમને જણાવી દઈએ કે આ યોજનામાં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ 1,43,782 કરોડ રૂપિયા હશે અને તેમાંથી 18,676 કરોડ રૂપિયા નાબાર્ડને લોનના વ્યાજની ચુકવણી માટે સામેલ છે. આ યોજનાની સાથે જ પહાડી રાજ્યોને 90 ટકા અને 10 ટકાના આધારે ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે બાકીના 60 ટકા અને 40 ટકા કેન્દ્ર અને રાજ્યો ચૂકવે છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પર 100 ટકા પૈસા ખર્ચવામાં આવે છે.


શૌચાલય બનાવવા માટે પણ મળે છે પૈસા
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા આપવામાં આવે છે, જે બિલ્ડિંગના બાંધકામ ઉપરાંત આપવામાં આવે છે. આ યોજનાની સાથે સાથે દરેક પરિવારને પાકું મકાન, પાણી, વીજળી અને શૌચાલય આપવાનો સંકલ્પ પણ પૂર્ણ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube