નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા નોઇડા, કોલકત્તા અને મુંબઈમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ની ત્રણ નવી લેબનું ઉદ્ઘાટન કર્યું છે.
પીએમ મોદીએ કહ્યુ કે, આજે દેશના કરોડો નાગરિકો કોરોના વાયરસની વિરુદ્ધ લડી રહ્યાં છે. આજે જે હાઇટેક લેબ્સનું ઉદ્ઘાટન થયું છે. તેનાથી મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશને કોરોના વિરુદ્ધ લડાઈ લડવામાં વધુ ફાયદો થવાનો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકત્તા આર્થિક ગતિવિધિના દ્રષ્ટિકોણથી ખુબ મહત્વપૂર્ણ છે. અહીં દેશના લાખો યુવા પોતાના સપનાને પૂરા કરવા આવે છે. તેવામાં દેશની હાલની ટેસ્ટ કેપિસિટીમાં 10000 નો વધારો થઈ જસે. હવે શહેરોમાં ટેસ્ટ વધુ ઝડપથી થઈ શકશે. આ લેબ્સ માત્ર કોરોના ટેસ્ટિંગ સુધી સીમિત નહીં રહે પરંતુ ભવિષ્યમાં એચઆઈવી, ડેન્ગ્યૂ સહિત અન્ય ખતરનાક બીમારીઓની તપાસ થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube