નવી દિલ્હી: પીએમ મોદીએ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સંકલ્પ શક્તિથી જ આગળનો રસ્તો નક્કી કરવામાં આવશે. આજે દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. મુસીબતની દવા મજબુતાઈ છે. મુશ્કેલ સમય તક લઈને આવે છે. કોવિડ 19 સામે આખી દુનિયા લડી રહી છે અને ભારત પણ તેમા પાછળ નથી. પણ દરેક દેશવાસી હવે આ આફતને અવસરમાં બદલવાની ઈચ્છાશક્તિ સાથે કામ કરી રહ્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓ અને ઉદ્યોગ જગતને અપીલ કરી કે જે ક્ષેત્રમાં ભારત પાછળ છે ત્યાં આત્મનિર્ભર બનવાની આ જ યોગ્ય તક છે. તેમણે કહ્યું કે આજે આપણા મનમાં એક મોટો કાશ બની રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, 'કોરોના વિરુદ્ધ ભારતની લડત ખુબ મોટી છે. દરેક દેશવાસી સંકલ્પથી ભરેલો છે. આફતને અવસરમાં બદલવાની છે. આત્મનિર્ભર બનવાની તક છે. કોરોના સંકટ દેશ માટે મોટો વળાંક છે. આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ લઈ જવાનું છે. ભારતે પોતાના પગભેર થવાનું છે. હાર માનનારાઓને તક મળતી નથી.'


પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'લોકલ માટે વોકલ થવાનો સમય આવી ગયો છે. દેશના વિકાસમાં યુવાઓ આગળ આવે. સ્વદેશી સામાનના ઉપયોગ વધારવાની જરૂર છે. અમારી કોશિશ ખેડૂતોને સશક્ત બનાવવાની છે. આત્મનિર્ભરના પાઠની શરૂઆત પોતાના પરિવારથી કરો. નાના દુકાનદારો પાસેથી સામાન ખરીદો. ભારત મોટો નિકાસકાર કેવી રીતે બને તે વિચારવું પડશે.' 


પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક ભારતીયના મનમાં એક સવાલ હશે કે કાશ આપણે મેડિકલ ઉપકરણો બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીએ. કાશ આપણે કોલસા અને ખનિજ સેક્ટરમાં આત્મનિર્ભર બનીએ. કાશ આપણે તેલના ઉત્પાદનમાં આગળ વધીએ. ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં કાશ ભારત આત્મનિર્ભર બને. ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરના ક્ષેત્રમાં કાશ ભારત આત્મનિર્ભર બને. સોલર પેનલ, ચિપ્સના નિર્માણમાં ભારત પોતાનો પરચમ લહેરાવે. ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બને. ત્યારે જ આપણે આગળ વધી શકીશું. તેમણે કહ્યું કે કેટલા કાશ દરેક ભારતીયને હચમચાવે છે. છેલ્લા 5-6 વર્ષમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે તે ખુબ મોટું કારણ રહ્યું છે. કોરોના સંકટે તેને વધુ તેજ કરવાનો પાઠ ભણાવ્યો છે. આમાંથી આત્મનિર્ભર ભારત અભિયાનનો બોધપાઠ મળ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube