નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધન કર્યું. ગુજરાતના આણંદમાં કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ પર આયોજિત રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ ખેડૂતોને પોતાના મનની વાત કરી છે. PMO તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ શિખર સંમેલનમાં પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભ વિશે પણ તમામ જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા
પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે કૃષિ સેક્ટર, ખેતી- ખેડૂતો માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. મે દેશભરના ખેડૂત ભાઈઓને આગ્રહ કર્યો હતો કે પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય સંમેલનમાં જરૂરી જોડાય. આજે લગભગ 8 કરોડ ખેડૂતો દેશના દરેક ખૂણેથી ટેક્નોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયા છે. 


ખેડૂતોની આવક વધારવા પર ભાર
પીએમ મોદીએ કહ્યું કે ખેતીની સાથે પશુપાલન, મધુમાખી ઉછેર, મત્સ્ય પાલન, અને સૌર્ય ઉર્જા, બાયો ફ્યૂલ જેવા આવકના અનેક વૈકલ્પિક સાધનો સાથે ખેડૂતોને નિરંતર જોડવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં સ્ટોરેજ, કોલ્ડ ચેન, અને ફૂડ પ્રોસેસિંગને ભાર આપવા લાખો રૂપિયાની જોગવાઈ કરાઈ છે. બીજથી લઈને બજાર સુધી, ખેડૂતોની આવક વધારવા માટે એક પછી એક અનેક પગલાં લેવાયા છે. માટીની તપાસથી લઈને સેંકડો નવા બીજ સુધી અમારી સરકારે કામ કર્યું છે. તેમણે કહ્યું કે કિસાન સન્માન નિધિથી લઈને ખર્ચના દોઢ ગુણા એમએસપી કરવા સુધી અને સિંચાઈથી સશક્ત નેટવર્કથી લઈને ખેડૂત રેલ સુધી અમારી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક પગલાં લીધા છે. 


Vijay Diwas 2021: સેનાના એ 5 જાંબાઝ... જેમના શૌર્યના પ્રતાપે ભારતે 1971માં પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ


ઝીરો બજેટ ખેતી મંત્ર
નેચરલ ફાર્મિંગ #NaturalFarming નો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે એ સાચુ છે કે કેમિકલ અને ફર્ટિલાઈઝરે હરિત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ એટલું જ સાચુ છે કે આપણે તેના વિકલ્પો ઉપર પણ સાથે સાથે કામ કરતા રહેવું પડશે. બીજથી લઈને માટી સુધી બધાનો ઈલાજ તમે પ્રાકૃતિક રીતે કરી શકો છો. પ્રાકૃતિક ખેતીમાં ન તો ખાતર પર ખર્ચ કરવાનો છે કે ન તો કીટનાશક પર. તેમાં સિંચાઈની જરૂરીયાત પણ ઓછી પડે છે અને પૂર-દુષ્કાળને પહોંચી વળવામાં પણ સક્ષમ હોય છે. 


પીએમ મોદીએ કહ્યું કે ભલે ઓછી સિંચાઈવાળી જમીન હોય કે પછી વધુ પાણીવાળી જમીન, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો વર્ષમાં અનેક પાક લઈ શકે છે. એટલું જ નહીં ઘઉ, ધાન, દાળની ખેતીમાં જે પણ ખેતરમાંથી કચરો નીકળે છે, જે પરાળી નીકળે છે તેનો પણ સદઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઓછા ખર્ચે વધુ નફો. કૃષિ સાથે જોડાયેલા આપણા પ્રાચીન જ્ઞાનને આપણે નવેસરથી શીખવાની જરૂર છે તથા તેમાં આધુનિકતા લાવવાની પણ જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી અભ્યાસ કરવાનો રહેશે, પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક ફ્રેમમાં નાખવાનું રહેશે. નવું શીખવાની સાથે આપણે એ ભૂલોને પણ ભૂલવી પડશે જે ખેતીની રીતમાં આવી ગઈ છે. જાણકારો જણાવે છે કે ખેતરમાં આગ લાગવાથી ધરતી પોતાની ઉપજાઉ ક્ષમતા ગુમાવે છે. 


સોચ બદલવાની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે એક ભ્રમ એ પણ પેદા થયો છે કે કેમિકલ વગર પાક સારો થશે નહીં. જ્યારે સચ્ચાઈ તેનાથી બિલકુલ અલગ છે. પહેલા કેમિકલ નહતા, પરંતુ પાક સારો ઉતરતો હતો. માનવતાના વિકાસનો, ઈતિહાસ તેનો સાક્ષી છે. 


લે.જનરલ ડીપી પાંડેએ આવા લોકોને ગણાવ્યા દેશના સૌથી મોટા દુશ્મન, જે જવાનની શહાદત પર થાય છે ખુશ


રાજ્ય સરકારોને અપીલ
પીએમ મોદીએ આ મંચ દ્વારા દેશની રાજ્ય સરકારોને પણ નેચરલ ફાર્મિંગ સાથે જોડાવવાની અપીલ કરી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે તેઓ દેશના દરેક રાજ્યને, દરેક રાજ્ય સરકારને પણ એ આગ્રહ કરે છે કે તેઓ તમામ પ્રાકૃતિક ખેતીને જન આંદોલન  બનાવવા માટે આગળ આવે. આ અમૃત મહોત્સવમાં દરેક પંચાયતનો ઓછામાં ઓછું એક ગામ ચોક્કસપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાય. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube