લે.જનરલ ડીપી પાંડેએ આવા લોકોને ગણાવ્યા દેશના સૌથી મોટા દુશ્મન, જે જવાનની શહાદત પર થાય છે ખુશ

હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બનેલા CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક અસંવેદનશીલ કમેન્ટ્સ અને રિએક્શન સામે આવ્યા હતા. જેમાંથી કેટલાક વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ. આ બધા વચ્ચે લેફ્ટેનન્ટ જનરલ ડીપી પાંડેએ ખુબ જ ચોંકાવનારી વાત કરી

લે.જનરલ ડીપી પાંડેએ આવા લોકોને ગણાવ્યા દેશના સૌથી મોટા દુશ્મન, જે જવાનની શહાદત પર થાય છે ખુશ

જમ્મુ: હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બનેલા CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક અસંવેદનશીલ કમેન્ટ્સ અને રિએક્શન સામે આવ્યા હતા. જેમાંથી કેટલાક વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ. આ બધા વચ્ચે લેફ્ટેનન્ટ જનરલ ડીપી પાંડેએ ખુબ જ ચોંકાવનારી વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે દેશના જવાનની શહાદત પર સૌથી વધુ ખુશ કોણ થાય છે. તેમણે આવા લોકોને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા છે. 

કાશ્મીરમાં આયોજિત કાર્યક્રમમાં બોલ્યા
કાશ્મીરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા લેફ્ટેનન્ટ જનરલ ડીપી  પાંડેએ કહ્યું કે દેશના સૌથી મોટા દુશ્મન સફેદપોશ આતંકવાદી છે. તેઓ આપણા જવાનના મોત પર ખુશ થાય છે. બુધવારે શ્રીનગરમાં કાર્યક્રમને સંબોધન કરતા લેફ્ટેનન્ટ જનરલ પાંડેએ કહ્યું કે 'કાશ્મીરમાં કોઈ પણ જવાન કે યુથના મોતથી દેશના દુશ્મન જ ખુશ થાય છે. તેમાંથી એક મોટો સમૂહ છે જેમને હું સફેદપોશ આતંકવાદી (white-collared terrorists) કહું છું.' 

Video Source: Indian Army pic.twitter.com/YnEt39ExqU

— ANI (@ANI) December 15, 2021

અભૂતપૂર્વ કાર્યોને યાદ કર્યા
તેમણે કહ્યું કે આવા લોકો આપણા સમાજનો સૌથી ખતરનાક હિસ્સો છે. આ એ લોકો છે જે આસપાસના છોકરાઓને ભેગા કરે છે, તેમને આતંકવાદી બનાવે છે અને જ્યારે તેઓ મરે છે ત્યારે સૌથી વધુ ખુશ થાય છે. નોંધનીય છે કે શ્રીનગરના ચિનાર કોરમાં કુન્નૂર અકસ્માતનો ભોગ બનેલા સીડીએસ બિપિન રાવત સહિત 13 સૈન્ય અધિકારીઓની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ઓફિસરોએ તેમના અભૂતપૂર્વ કાર્યોને યાદ કર્યા. 

પોલીસે વર્તી કડકાઈ
દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી. દેશ માટે આ સૌથી મોટા દુખની ઘડીમાં પણ આ લોકો આવી ધૃણાસ્પદ હરકતો કરતા જોવા મળ્યા. ઉત્તર પ્રદેશથી લઈને કેરળ સુધી આવા કેટલાક મામલા સામે આવ્યા. જેના પર કડકાઈ દેખાડીને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news