આ મોદી છે, જે માત્ર માખણ જ નહીં પરંતુ પથરા પર પણ લીટી દોરે છેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ એક વિશાળ રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, દેશે તેને 20મી સદીમાં તક આપી હતી, પરંતુ તેને એક પરિવારને સોંપીને તક ગુમાવી દીધી છે
મેંગલુરુઃ વડાપ્રધાન મોદીએ શનિવારે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી વડાપ્રધાન કે કોઈ સરકારને ચૂંટવા માટેની નથી, પરંતુ 21મી સદીમાં 'ન્યૂ ઈન્ડિયા' કેવું હોય, તેના માટે છે. વડાપ્રધાન મોદીએ એક વિશાળ રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, દેશે તેને 20મી સદીમાં તક આપી હતી, પરંતુ તેને એક પરિવારને સોંપીને તક ગુમાવી દીધી છે.
પીએમ મોદીએ કહ્યું કે, "આ મોદી છે, જે માત્ર માખણ પર જ નહીં પરંતુ પથરા પર પણ લીટી દોરે છે. આ વખતની ચૂંટણી કોણ સાંસદ બને, કોણ વડાપ્રધાન બને, કોણ મંત્રી બને કે માત્ર સરકારને ચૂંટવાની ચૂંટણી નથી. પરંતુ 21મી સદીનું નવું ભારત કેવું હોય તે નક્કી કરવા માટેની છે."
કર્ણાટકની કોંગ્રેસ- જનતા દળ(એસ)ની સરકાર પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે, બંને સત્તારૂઢ ભાગીદારો માટે પ્રેરણા 'પરિવારવાદ' છે, જ્યારે ભાજપ માટે આ 'રાષ્ટ્રવાદ' છે. તેમણે રાજ્યની કોંગ્રેસ-જનતાદળ(એસ) સરકારને ખેડૂતોની દુશ્મન જણાવી છે.
ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીની હિટલર સાથે કરી સરખામણી
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની 'મહામિલાવટ' સંસ્કૃતિથી માત્ર પરંપરાઓનો જ નાશ થયો નથી, પરંતુ અર્થતંત્ર પણ નબળું પડ્યું છે. કોંગ્રેસ, જેડીએસ અને તેના જેવા અનેક પક્ષોની પ્રેરણા પરિવારવાદ છે અને અમારી રાષ્ટ્રવાદ છે.