મુરાદાબાદઃ લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના પ્રચાર માટે પીએમ મોદી રવિવારે ઉત્તરપ્રદેશમાં રેલીઓ સંબોધી રહ્યા હતા. અલીગઢમાં રેલી સંબોધ્યા પછી તેઓ મુરાદાબાદ પહોંચ્યા હતા. અહીં તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, અહીં મહાગઠબંધનનું વિઘટન થવાનું નક્કી છે. વિરોધ પક્ષના નેતાઓનું અત્યારે એક જ કામ છે, મોદીને ગાળો આપવી. આ કારણે જ હું ગાળોપ્રૂફ થઈ ગયો છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુરાદાબાદની રેલીમાં મોદીએ ફરીથી ત્રણ તલાકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અમે સંસદમાં ફરીથી ત્રણ તલાકનું બિલ રજૂ કરીશું. તેમણે કહ્યું કે, અહીંનો જે પીત્તળ ઉદ્યોગ છે તેને વિકાસ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 


EVM મુદ્દે વિપક્ષની 21 પાર્ટીઓ ફરી સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવશે


પીએમ મોદીએ કહ્યું કે, મૂળ સંકટ અસ્તિત્વનું હતું, આથી અગાઉની તમામ ગાળો પાછળ રહી ગઈ અને નવો નારો બનાવ્યો, 'મેરા ભી માફ, તુમ્હારાભી માફ, વરાન હો જાએંગે દોનોં સાફ'. જોકે, જનતા તેમને માફ નહીં કરે. હાફ-હાફ વાળાનો સંપૂર્ણ સફાયો થઈ જશે અને ફરી એક વખત ભાજપને પૂર્ણ બહુમત આપશે. આજે હાથી સાઈકલ પર સવાર થયો છે અને નિશાના પર ચોકીદાર છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....