ઈમાનદાર ચોકીદાર જોઈએ કે ભ્રષ્ટાચારી નામદાર તે દેશ નક્કી કરે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ચૂંટણી સભાને સંબોધી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં.
અહમદનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ચૂંટણી સભાને સંબોધી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે તમારો એક મત આ ચોકીદારને મજબુત બનાવશે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે દુનિયા ભારતને મહાશક્તિ માને છે. પરંતુ પહેલા જ્યારે 10 વર્ષ સુધી એક સરકાર હતી તો દેશમાં નિરાશા હતી. દેશે નક્કી કરવાનું છે કે હવે ઈમાનદાર ચોકીદાર જોઈશે કે પછી ભ્રષ્ટાચારી નામદાર, દેશને હિન્દુસ્તાનના હીરો જોઈએ કે પછી પાકિસ્તાનના પક્ષકાર. તેમણે કહ્યું કે ચોકીદારે આતંકીઓમાં ડર પેસાડી દીધો છે. ચોકીદાર તેમને પાતાળમાંથી પણ બહાર કાઢીને સજા આપશે.
સુપ્રીમનો આદેશ, રાજકીય પક્ષો બોન્ડથી મળેલા ફાળાની વિગત 30મી મે સુધીમાં ECને આપે
પીએમ મોદીએ કહ્યું કે ગત સરકાર પાકિસ્તાનની સામે નબળી લાગતી હતી. ચોકીદારની સરકાર આતંકીઓેને ઘરમાં ઘૂસીને મારવાની મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે તેનાથી દેશવાસીઓ ખુશ છે, પરંતુ કેટલાક લોકો ખુશ નથી. આ દરમિયાન તેમણે હાજર જનમેદનીને કહ્યું કે તમારો એક મત આ ચોકીદારને મજબુત બનાવશે. તેમણે કહ્યું કે આજે એક બાજુ કોંગ્રેસ-એનસીપીની મહામિલાવટના પોકળ વચનો છે અને બીજી બાજુ એનડીએના બુલંદ ઈરાદા છે. કોંગ્રેસ અને એનસીપી એવા લોકો સાથે ઊભા છે કે જેઓ કહે છે જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરાવી દઈશું અને જમ્મુ કાશ્મીરમાં અલગ વડાપ્રધાન હોવા જોઈએ. મને કોંગ્રેસ પાસેથી કોઈ આશા નથી કારણ કે આ બધા તેમની જ પેદાઈશ છે. પરંતુ શરદ રાવ કેમ ચૂપ છે.
દેશના આ જગપ્રસિદ્ધ મંદિરમાં 'ગાંધી પરિવાર'ના પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો તેની પાછળની કહાની
તેમણે કહ્યું કે મને ખુશી છે કે દેશ રાષ્ટ્ર સુરક્ષા માટે એક સૂરે વાત કરી રહ્યો છે. આ વિશ્વાસ મારી તાકાત રહ્યો છે. તેના દમ પર મેં અનેક મોટા અને કડક નિર્ણયો લીધા છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાંથી સેના હટાવવાની વાત કરે છે. કોંગ્રેસ કહે છે કે સૈનિકોને મળેલા વિશેષાધિકાર હટાવી દેશે. જે લોકો પહેલીવાર મત આપવાના છે તેમને પૂછવા માંગુ છું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન તમને મંજૂર છે?
વડાપ્રધાને કહ્યું કે હવે જનતાએ નવો નારો આપ્યો છે. કોંગ્રેસ હંમેશા માટે હટાવો. કોંગ્રેસ હંમેશા માટે હટાવો ત્યારે જ દેશમાંથી ગરીબી દૂર થશે. કોંગ્રેસ હટાવો ત્યારે દેશ આગળ વધી શકશે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે જે રીતે તુઘલક રોડ ચૂંટણી કૌભાંડ આચર્યું છે તે દેશ જોઈ રહ્યો છે. આપણા યુવા મતદારો જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે તુઘલક રોડ કૌભાંડ કર્યું છે, કોંગ્રેસના નેતાના ઘરે મધ્ય પ્રદેશથી નોટો ભરી ભરીને આવી હતી. જે પૈસા ગરીબ બાળકોને કુપોષણથી બચાવવા માટે મધ્ય પ્રદેશ સરકારને મોકલવામાં આવ્યાં હતાં તે પૈસા લૂંટીને કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. પરંતુ આ ચોકીદાર સજાગ છે, ચોરી કરવા દેશે નહીં.
જુઓ LIVE TV