સુપ્રીમનો આદેશ, રાજકીય પક્ષો બોન્ડથી મળેલા ફાળાની વિગત 30મી મે સુધીમાં ECને આપે

રાજકીય પક્ષોના ફાળા માટે ઈલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થાને પડકારનારી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.

સુપ્રીમનો આદેશ, રાજકીય પક્ષો બોન્ડથી મળેલા ફાળાની વિગત 30મી મે સુધીમાં ECને આપે

નવી દિલ્હી: રાજકીય પક્ષોના ફાળા માટે ઈલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થાને પડકારનારી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તમામ રાજકીય પક્ષોને આદેશ આપ્યો છે કે તેઓ 15મી મે સુધી બોન્ડ દ્વારા મળેલા ફાળાની રકમનો રિપોર્ટ 30 મે સુધીમાં સીલ બંધ કવરમાં ચૂંટણી પંચને સોંપી દે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પેનલે રાજકીય પક્ષોને કહ્યું કે તેઓ હાલ ઈલેક્ટોરલ બોન્ડ પર રોક લગાવી રહ્યાં નથી. કોર્ટે કહ્યું કે આ તમામ જાણકારી સીલબંધ કવરમાં હાલ  સીલ જ રહેશે અને અંતિમ સુનાવણીની તારીખ બાદમાં જણાવાશે. 

ચૂંટણી પંચે રજુ કર્યો હતો સુપ્રીમમાં પક્ષ
આ અગાઉની સુનાવણીમાં અરજીકર્તા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે કહ્યું હતું કે રાજકીય પક્ષોના ફાળાની આ વ્યવસ્થાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. બોન્ડ ખરીદનારાનું નામ ગુપ્ત રાખવાની જોગવાઈ છે અને સત્તાધારી પાર્ટીને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. પંચે સુપ્રીમમાં કહ્યું હતું કે તે રાજકીય પક્ષોને ધન આપવા માટે ચૂંટણી બોન્ડ બહાર પાડવાની વિરુદ્ધમાં નથી. તેઓ દાનદાતાઓના નામ છૂપાવવાની વિરુદ્ધમાં છે. 

જુઓ LIVE TV

બોન્ડમાં પારદર્શકતા ઈચ્છે છે ચૂંટણી પંચ
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તે ચૂંટણી બોન્ડ યોજનામાં પારદર્શકતા ઈચ્છે છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે અમે તે દાનનો વિરોધ નથી કરતા જે દાનને કાયદેસર ઠેરવે છે. અમે તો ફક્ત આ યોજનામાં પારદર્શકતા ઈચ્છીએ છીએ અને અમે દાનદાતાઓના નામ છૂપાવવાની વિરુદ્ધમાં છીએ. અત્રે જણાવવાનું કે અરજીમાં બોન્ડ દ્વારા દાનથી ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news