જમ્મુ કાશ્મીર ચૂંટણી: ઓક્ટોબર મહિનામાં ચૂંટણીની માંગ કરશે ભાજપ, હાલમાં છે રાષ્ટ્રપતિ શાસન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ભાજપ દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં ચૂંટણી કરવામાં આવે એવી માંગ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથેની બેઠકમાં આ મામલે સહમતિ સધાઇ છે.
નવી દિલ્હી : ભાજપ ઓક્ટોબર મહિનામાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરશે. ગઇ કાલે ભાજપની જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં આ મામલે સહમતિ સધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ડિસેમ્બર 2018થી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આ દરમિયાન રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે કહ્યું કે, કસ્બાઓના નેતાઓના જુઠાણાઓને લીધે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ ખરાબ થઇ છે.
ઘાટીના નેતાઓએ હંમેશા લોકોને ખોટા સપનાઓ બતાવીને પોતાનો સ્વાર્થ સાધ્યો છે. તેમણે આ વાત શેર કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્વોકેશન સેન્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. તેમણે કસ્બાઓની પ્રવર્તમાન સ્થિતિ માટે જમ્મુ કાશ્મીરના રાજકીય આકાઓ અને પૂર્વની કેન્દ્ર સરકારોને જવાબદાર ઠેરવ્યા હતા.
સીઝફાયરની આડમાં ઘૂસણખોરી, સેનાએ કર્યો ખાતમો...આ પણ વાંચો
તેમણે અલગાવવાદી તાકાતોને ઉલ્લેખીને કહ્યું કે, જો તમે પાકિસ્તાન સાથે જવામાં આઝાદી માનો છો તો જતા રહો, કોણ રોકે છે? પરંતુ હિન્દુસ્તાનને તોડીને કોઇ આઝાદી મળવાની નથી. આ વાત જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પાકિસ્તાન તરફે ઘાટીના એ નેતાઓને કરી કે જે દેશના ટુકડા કરી આતંકીઓને મદદ કરી રહ્યા છે.