નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને આગળ વધારવું કે નહીં? શુક્રવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે બેઠક કરી છે જેમાં આ સવાલ સૌથી ઉપર રહ્યો હતો. 31મી મેના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો ખતમ થઈ રહ્યો છે. શાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ અંગે વાત કરી હતી. તેમની પાસેથી મળેલા ફીડબેકને તેમણે પ્રધાનમંત્રી સાથે શેર કર્યાં અને આગળની રણનીતિ પર વાત થઈ. અનેક રાજ્યોએ લોકડાઉન લંબાવવાની વાત કરી છે પરંતુ તેઓ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય કરવા પણ માંગે છે. આજની બેઠકમાં લોકડાઉન 5 અંગે ગાઢ મનોમંથન થઈ રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકડાઉન 5ને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. ગૃહ મંત્રીએ મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યોની સ્થિતિ અને લોકડાઉનને લઈને તેમના મત જાણ્યા હતાં. લોકડાઉનના ચોથા તબક્કાની સમાપ્તિથી ફક્ત ત્રણ દિવસ પહેલા જ ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પહેલીવાર એવું બન્યું કે જ્યારે ગૃહમંત્રીએ લોકડાઉનના એક વધુ તબક્કાની સમાપ્તિ પહેલા મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમના વિચાર જાણ્યાં. 


કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને સૌથી પહેલા 25મી માર્ચના રોજ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ત્રણવાર આગળ વધારવામાં આવ્યું. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહ મંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને લોકડાઉનને 31મી મે બાદ આગળ વધારવા પર તેમના વિચાર જાણ્યાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube