બીજિંગ : ભારત અને ચીન વચ્ચે બીજિંગમાં વિદેશ મંત્રી સ્તરની વાતચીત ચાલી રહી છે. આ વાતચીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ મંત્રણા ત્યારે થઇ રહી છે જ્યારે ભારતે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો છે. ભારત અને ચીનની આ મંત્રણા દરમિયાન આ મુદ્દો ઉઠ્યો હતો. જો કે વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ જણાવ્યું કે, આ મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે મંત્રણામાં ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ અંગે જયશંકરે કહ્યું કે, ભારતનો આંતરિક મુદ્દો છે અને તેમાં તે કોઇ વિદેશી હસ્તક્ષેપ સહન નહી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં શાંતિભંગનો પ્રયાસ કરનારાઓ પર કડક કાર્યવાહી: 8 ટ્વીટર હેન્ડલ બંધ કરવા ભલામણ
જયશંકરે જણાવ્યું કે, આ ભારતનો આંતરિક મુદ્દો છે. જયશંકરે કહ્યું કે, અમે ચીનને સંદેશ આપી દીધો છે કે ભારતે કાશ્મીરમાં જે પગલા ઉઠાવ્યા છે ત્યાં પર વિકાસનાં કામને આગળ વધારવા માટે ઉઠાવ્યા છે. અમે ન તો કોઇને બાઉન્ડ્રીને છંછેડી છે ન તો ચીન પર રહેલી કોઇ સીમા પર છેડછાડ કરી છે.


જમ્મુ કાશ્મીરમાં બકરી ઇદની શાંતિ પુર્ણ ઉજવણી, ટુકડે ટુકડે ગેંગ VIDEO ખાસ જુએ
ભારતે જણાવ્યું કે, ચીનની તરફથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવનાં મુદ્દાને પણ ઉઠાવવામાં આવ્યો. આ અંગે ભારતનાં વિદેશ મંત્રીએ કહ્યું કે, આ સંપુર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. તેનો પાકિસ્તાન સાથે કાંઇ પણ લેવા દેવા નથી. એટલે સુધી કે તેની અસર એલઓસી પર પણ પડશે. જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનનાં સંબંધોની વાત છે તો આ મુદ્દે ચીનને વાસ્તવિકતાનાં આધાર પર પોતાની કોઇ મંતવ્ય બનાવવું જોઇએ.