કાશ્મીરમાં શાંતિભંગનો પ્રયાસ કરનારાઓ પર કડક કાર્યવાહી: 8 ટ્વીટર હેન્ડલ બંધ કરવા ભલામણ

ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે ભ્રામક માહિતી અને અફવા ફેલાવનારા કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સને બંધ કરવાની ભલામણ કરી છે

Updated By: Aug 12, 2019, 08:31 PM IST
કાશ્મીરમાં શાંતિભંગનો પ્રયાસ કરનારાઓ પર કડક કાર્યવાહી: 8 ટ્વીટર હેન્ડલ બંધ કરવા ભલામણ

નવી દિલ્હી : ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે ભ્રામક માહિતી આપનાર તથા અફવા ફેલવનારા કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સને બંધ કરવાની ભલામણ કરી છે. મળતી માહિતી અનુસાર તેમાં કુલ 8 એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. જે એકાઉન્ટને બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે તેમાં @kashmir787-Voice of Kashmir, @Red4Kashmir-MadihaShakil Khan, @arsched-Arshad Sharif, @mscully94-Mary Scully, @sageelaniii-Syed Ali Geelani, @sadaf2k19, @RiazKha61370907 અને RiazKha723 નો સમાવેશ થાય છે. 

VIDEO: Man Vs Wild નો સ્પેશ્યલ શો આજે રાત્રે 9 વાગ્યે, PM મોદીએ કરી આ રોચક વાત
જમ્મુ કાશ્મીરે હાલમાં જ અનુચ્છેદ 370 હટાવવાયો છે. જેને ધ્યાને રાખીને સોશિયલ મીડિયા પર સરકારને વધારે ધ્યાન આપે જેતી કેટલીક એવી વાતો ન ફેલાવવામાં આવે જેના કારણે ખીણમાં શાંતિમાં ખલેલ પડે. ગુપ્તચર વિભાગ એલર્ટ ઇશ્યું કરેલું છે કે કેટલાક આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં કોઇ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. એવી સ્થિતીમાં કોઇ પણ અફવા શાંતિ ભંગ કરી શકે છે. 

જમ્મુ કાશ્મીરમાં બકરી ઇદની શાંતિ પુર્ણ ઉજવણી, ટુકડે ટુકડે ગેંગ VIDEO ખાસ જુએ

ચીન પણ પાક.ની પડખેથી ખસ્યું: કાશ્મીર વિવાદ શાંતિથી ઉકેલવાનું કહી છેડો ફાડ્યો
ઉલ્લેખનીય છે કે, ગુપ્તચર વિભાગ (IB) એ એલર્ટ ઇશ્યું કરીને જણાવ્યું છે કે, ઇસ્લામીક સ્ટેટ (IS) અને આઇએસઆઇએસ સમર્થિક આતંકવાદીઓ સોમવારે ભારતમાં બકરી ઇદ પ્રસંગે હુમલાનું કાવત્રું રચી રહ્યા છે. રાજ્ય પોલીસ એકમ અને પોલીસ મુખ્યમથકમાં એક ગુપ્ત રિપોર્ટમાં શુક્રવારે ગુપ્તચર વિભાગે કહ્યું કે, આઇએસઆઇ સમર્થિક જેહાદી સમુહના આતંકવાદીઓ જમ્મુ કાશ્મીર અને દેશનાં અન્ય વિસ્તારોમાં ઇદ પ્રસંગે આતંકવાદી કાવત્રુ પાર પાડી શકે છે.