નવી દિલ્હી: સંસદના વર્તમાન સત્ર દરમિયાન ભાજપ સંસદીય દળની પહેલી બેઠક યોજાઇ રહી છે. આ બેઠક સંસદની લાઇબ્રેરી બિલ્ડિંગના જી.એમ.સી બાલયોગી સભાગૃહમાં ચાલી રહી છે. ભાજપ સંસદીય દળની પહેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આકાશ વિજયવર્ગીય મામલો ઉઠાવ્યો હતો. આ મામલે તેઓ ઘણા નારાજ જોવા મળી રહ્યાં હતા. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આવા લોકોને પાર્ટીમાંથી બરતરફ કરવા જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કડક સુરક્ષા વચ્ચે જમ્મૂથી નજીક 6,000 શ્રદ્ધાળુઓ અમરનાથ માટે રવાના


વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ઇન્દોરથી ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના પુત્ર દ્વારા નગર નિગમના અધિકારીને માર મારવાના મામલે પીએમ મોદીએ કહ્યું કોઇપણનો પુત્ર હોય, આ વર્તન સહન કરવામાં આવશે નહીં. વડાપ્રધાને ભાજપ સંસદીય દળની બેઠકમાં આ વાત કરી હતી.


વધુમાં વાંચો:- Solar Eclipse 2019: આજે થશે પૂર્ણ સૂર્ય ગ્રહણ, અહીં જોવા મળશે અદ્ભુત નજારો


પીએમ મોદીએ બેઠકમાં સખત શબ્દોમાં ઇન્દોરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પુત્ર ભલે કોઇપણનો હોય તને કંઇપણ કરવાનો હક નથી. પીએમ મોદીએ કહ્યું કે, હું એટલા માટે પરસેવો અને લોહી નથી વહાવી રહ્યો. કોઇનો પુત્ર હોવા પર મનમાની કરવાની છુટ નથી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આવો વ્યવહાર સહન કરવામાં આવશે નહીં.


વધુમાં વાંચો:- મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત


તમને જણાવી દઇએ કે મારા મારી મામલે શનિવારે આકાશ વિજયવર્ગીયને ભોપાલ ખાસ કોર્ટમાંથી જામની મળ્યા હતા. ત્યારબાદ તેઓ રવિવારે ઇન્દોરની જેલમાંથી બહાર આવ્યા હતા. તે દરમિયાન આકાશે કહ્યું હતું, હું ભગવાનથી પ્રાર્થના કરુ છું કે, મને બીજીવખત મારા મારી કરવાની તક ના આપે. હવે ગાંધીજીએ બતાવેલા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરીશ.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...