કડક સુરક્ષા વચ્ચે જમ્મૂથી નજીક 6,000 શ્રદ્ધાળુઓ અમરનાથ માટે રવાના

લગભગ 6 હજાર શ્રદ્ધાળુઓ મંગળવારના ચુસ્ત સુરક્ષા વચ્ચે જમ્મૂથી અમરનાથ માટે રવાના થયા. આ પહેલા સોમવારના વાર્ષિક તીર્થયાક્ષાના પહેલા દિવસે 8000થી વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં બાબ બર્ફાનીની પૂજા અર્ચના કરી હતી.

કડક સુરક્ષા વચ્ચે જમ્મૂથી નજીક 6,000 શ્રદ્ધાળુઓ અમરનાથ માટે રવાના

જમ્મૂ: લગભગ 6 હજાર શ્રદ્ધાળુઓ મંગળવારના ચુસ્ત સુરક્ષા વચ્ચે જમ્મૂથી અમરનાથ માટે રવાના થયા. આ પહેલા સોમવારના વાર્ષિક તીર્થયાક્ષાના પહેલા દિવસે 8000થી વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં બાબ બર્ફાનીની પૂજા અર્ચના કરી હતી.

પોલીસે કહ્યું કે, કુલ 2239 શ્રદ્ધાળુ સુરક્ષા સહિત એક કાફલામાં ભગવતી નગર યાત્રી નિવાસથી 3:05 વાગે બાલટાલ બેઝ કેમ્પ માટે રવાન થયા, જ્યારે 3670 વહેલી સવારે 4:25 વાગે સુરક્ષા કાફલામાં પહેલગામ કેમ્પ માટે રવાના થયા છે.

પહેલા દિવસે સોમવારના 8403 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. હિમાલયમાં 45 દિવસ સુધી યોજનાર અમરનાથ યાત્રા 15 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાની સાથે સમાપ્ત થશે.

હવામાન વિભાગે ચોક્કસ આગાહી માટે ગુફા સુધી પહોંચતા બંને રસ્તાઓ પર હવામાનની આગાહી વ્યક્ત કરતું ઉપકરણ લગાવ્યું છે.

મંગળવારની આગાહી અનુસાર, રસ્તા પર હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની સંભાવના છે અને ગુફની આસપાસનું તાપમાન લગભગ 5 ડિગ્રી સેલ્સયસ રહેવાની સંભાવના છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news