નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. તેની અવધિ આજે સમાપ્ત થઈ રહી છે. પીએમ મોદીએ સોમવારે દેશની જનતાને સંબોધિત કરી અને લૉકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તમામ પ્રકારના સૂચન છે કે લૉકડાઉન વધારવામાં આવે. સોમવારે પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંદેશની મોટી વાતો નીચે વાંચો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત વાતોનું ધ્યાન રાખોઃ પીએમ મોદી
દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાત વાતો પર ધ્યાન રાખો. વૃદ્ધોનું ધ્યાન રાખો, લૉકડાઉનનું પાલન કરો, ઘરમાં બનેલા માસ્કનું પાલન કરો, ઇમ્યુનિટીને વધારવાના નિર્દેશોનું પાલન કરો, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો, ગરીબોનું ધ્યાન રાખો, નોકરીમાંથી ન કાઢો, કોરોના યોદ્ધાઓનો આદર કરો.


20 એપ્રિલ બાદ મળશે શરતો સાથે છૂટ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, દરેક જિલ્લા અને દરેક રાજ્યનું નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ થશે, જે હોટસ્પોટ વધવા દેશે નહીં, ત્યાં 20 એપ્રિલ બાદ કેટલિક જરૂરી વસ્તુમાં છૂટ આપવામાં આવશે. પરંતુ તે યાદ રાખો કે આ મંજૂરી શરતી હશે. લૉકડાઉનના નિયમ જો તૂટે છે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે. 


- લૉકડાઉન મોઁઘુ જરૂર, પરંતુ જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો માત્ર આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ મોંઘુ જરૂર લાગે છે, પરંતુ ભારતવાસીઓની જિંદગીની આગળ તેની કોઈ તુલના ન થઈ શકે. સીમિત સંસાધનો વચ્ચે ભારત જે માર્ગ પર ચાલ્યું છે, તે માર્ગની ચર્ચા આજે વિશ્વભરમાં થઈ રહી છે. આ તમામ પ્રયાસો વચ્ચે કોરોના જે રીતે ફેલાય રહ્યો છે, તેણે વિશ્વભરના હેલ્થ એક્સપર્ટ્સ અને સરકારો વધુ સતર્ક કરી દીધા છે. 


લૉકડાઉન 2: મોદીએ કહ્યું- આર્થિક મોરચા ચુકવવી પડી કિંમત, પરંતુ દેશવાસીઓનો જિંદગી જરૂરી  


-  3 મે સુધી વધારવામાં આવ્યું લૉકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમામ પ્રકારના સૂચનો આવ્યા કે લૉકડાઉન વધારવામાં આવે. તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને તે નિર્ણય લેવામાં આવ્યો છે કે લૉકડાઉન ત્રણ મે સુધી વધારવામાં આવ્યું. તમે બધા અનુસાશનની સાથે ઘરમાં રહો.


-  જ્યારે આપણે ત્યાં કોરોનાના માત્ર 550 કેસ હતા, ત્યારે ભારતે 21 દિવસના સંપૂર્ણ લૉકડાઉનનું એક મોટું પગલું ભર્યું હતું. ભારતે સમસ્યા વધવાની રાહ ન જોઈ, પરંતુ ત્યારે સમસ્યા જોવા મળી તો તેને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા. 


- આજે સંપૂર્ણ વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારીની જે સ્થિતિ છે, તમે તેને સારી રીતે જાણો છો. અન્ય દેશોના મુકાબલે, ભારતે કઈ રીતે પોતાને ત્યાં સંક્રમણ રોકવાનો પ્રયાસ કર્યો, તમે તેના સહભાગી રહ્યાં અને સાક્ષી પણ.


ભારતમાં 3 મે સુધી યથાવત રહેશે લૉકડાઉન, નિયમો બનશે વધુ કડકઃ વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત



- બાબા સાહેબ ડોક્ટર ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર, આપણા ભારતના લોકો તરફથી પોતાની સામૂહિત શક્તિનું આ પ્રદર્શન, તે સંકલ્પ, તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. 


- પરંતુ તમે દેશ માટે, એક અનુશાસિત સિપાહીની જેમ તમારુ કર્તવ્ય નિભાવ્યું છે. આપણા બંધારણમાં જે  We the People of India ની શક્તિની વાત કરવામાં આવી છે, તે આ તો છે. 


- હું જાણું છું, તમને કેટલી મુશ્કેલી થઈ છે. કોઈને જમવાની મુશ્કેલી, કોઈને આવવા-જવાની મુશ્કેલી, કોઈ ઘર-પરિવારથી દૂર રહ્યાં.


- કોરોના વૈશ્વિક મહામારી વિરુદ્ધ ભારતની લડાઈ, ખુબ મજબૂતીની સાથે આગળ વધી રહી છે. તમારી તપસ્યા, તમારા ત્યાગને કારણે ભારતે અત્યાર સુદી કોરોનાથી થનારા નુકસાનને ટાળવામાં સફળ રહ્યું છે. 


- પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કોરોના વિરુદ્ધ લડાઈમાં દેશવાસીઓના સહયોગની પ્રશંસા કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર