નવી દિલ્હી: પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ રવિવારે પોર્ટ બ્લેયરમાં એક કાર્યક્રમ દમિયાન આંદમાન અને નિકોબારના ત્રણ ટાપુનું નામ બદલવાની જાહેરતા કહી હતી. તેમાંથી રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ, નીલ આઇલેન્ડનું નામ શહીદ ટાપુ અને હેવલોક આઇલેન્ડનું નામ સ્વરાજ ટાપુ કરી દેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ટ્વિટ કરી પ્રધાનમંત્રી દ્વારા ત્રણ ટાપુઓનું નામ બદલવાની પુષ્ટી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પીએમ મોદીને લોકો પાસે મોબાઇલની ફ્લેશ ચાલુ કરાવી આપી ‘નેતાજી’ને શ્રદ્ધાંજલિ


ભાજપે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, પ્રધાનમંત્રી રવિવાર સાંજે જાહેરાત કરી છે કે હવેથી રોસ ટાપુને નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુના નામથી, નીલ ટાપુને શહીદ ટાપુના નામથી અને હેવલોક ટાપુને સ્વરાજ ટાપુના નામથી ઓળખવામાં આવશે.


યૂપીનો શરમજનક કિસ્સો: મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવવામાં આવી, લોકોએ બનાવ્યો વીડિયો


પ્રધાનમંત્રીએ રવિવારે 2004માં આવેલા સુનામી પીડિતોની યાદમાં બનેલા સ્મારકની મુલાકાત કરી હતી. સાથે જ મોદીએ માસ જેટ્ટી નજીક તટવર્તી સુરક્ષાના નિર્માણ માટે અને કેમ્પબેલ બે જેટ્ટીના વિસ્તરણ માટે પાયો નાખ્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...