નવી દિલ્હી: પીએમ મોદીએ આજે જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ છે. આ દરમિયાન સાંજે 5 વાગે તેમણે લોકોને પોતાના ઘરોની છત, બાલકની અને ઘરના દરવાજા કે બારીઓ આગળ આવીને તાળી કે થાળી વગાડવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર તેના વિશે અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. હકીકતમાં તેનાથી લાભ થાય છે કે નહીં, કોરોના ભાગશે કે નહીં તેના વિશે લોકો વિચારે છે. તેની પાછળ શું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છે તે ખાસ જાણવા જેવા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તાળી કે થાળી વગાડવાથી મળશે લાભ
હકીકતમાં તાળી અને થાળી વગાડવાને કોરોના સાથે કોઈ લેવાદેવા નથી. હાલના દિવસોમાં લોકોમાં કોરોનાને લઈને ડરનો માહોલ છવાયેલો છે. આ ડરને ઓછો કરવા માટે તાળી અને થાળી વગાડવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. હકીકતમાં રોગ હોય કે શત્રુ તેના પર જીત મેળવવા માટે સૌથી પહેલા તો આપણા ઈરાદા એકદમ મજબુત હોવા જરૂરી છે. આપણે હાલ જરાય નબળા પડવાનું નથી. બધાએ એકજૂથ થઈને આ ગંભીર હાલાત સામે લડવાનું છે. પરંતુ તેની પાછળનું કારણ માત્ર આટલું પણ નથી. ઈતિહાસમાં જોશો તો તમને જાણવા મળશે કે આ પ્રકારની એક પહેલથી ભગવાન રામના પૂર્વજ મહારાજા રઘુએ કમાલ કરી બતાવી હતી અને પોતાના જમાનાના ગંભીર રોગનો અંત કરી બતાવ્યો હતો. 


શું છે પ્રચલિત વાર્તા?
મહારાજા રઘુના સમયમાં એક રાક્ષસી ઢૂંઢી ક્યાંકથી આવી ગઈ હતી. તે રાક્ષસી બાળકોની હત્યા કરતી હતી. તેનાથી રાજ્યમાં હાહાકાર મચ્યો હતો. તેને વરદાન મળેલુ હતું કે તેને કોઈ દેવતા કે મનુષ્ય, અસ્ત્ર, શસ્ત્ર મારી શકે નહીં. આવામાં ચિંતિત રાજા રઘુને રાજ પુરોહિતે સલાહ આપી કે આ રાક્ષસીનો અંત બાળકો જ પોતાની કિલકારીથી કરી શકે છે. મહારાજા રઘુના કહેવા પર રાજ્યના તમામ બાળકોએ પોતાના હાથમાં બળતી લાકડી લઈને ખુબ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો. કેટલાક બાળકો તાળી વગાડતા તો કેટલાક ખુબ ઠઠ્ઠા મશ્કરી કરતા હતાં. બાળકોનો અવાજ સાંભળીને ઢૂંઢી ત્યાં આવી અને બાળકોએ જ તેનો અંત કરી નાખ્યો. આ રાક્ષસી ઢૂંઢી પ્રતિકાત્મક પણ હોઈ શકે છે. જે એક મહામારી રહી હોય અને બાળકોના જાનની દુશ્મન બની બેઠી હોય. તેને બાળકોના આનંદ ઉત્સાહે માત આપી દીધી. 


બાળકના જન્મ સમયે થાળી વગાડવી
થાળી તાળી વગાડવાની જો વાત આવે તો આપણા દેશમાં સદીઓથી પરંપરા છે કે બાળકોના જન્મ બાદ ઘરની મહિલાઓથાળી વગાડે છે. આ ઉત્સાહનું પ્રતિક હોય છે. કહેવાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થાય છે. 


થાળી વેલણ બજાવવાની પરંપરા
દેશના અનેક ભાગોમાં એવી માન્યતા છે કે  દીપાવલીની રાતે અડધી રાતે બ્રહ્મ મુહૂર્તમાં ઘરની મહિલા થાળી વેલણ વગાડે છે. તે સમયે મહિલાઓ બોલે છે કે અન્ન, ધન લક્ષ્મી ઘર આવે. કલેશ, દરિદ્રતા બહાર જાય. આ  પણ સકારાત્મકતા વધારવાની એક રીત છે જે આપણા દેશની પરંપરાઓમાં સામેલ છે.