અયોધ્યા: અયોધ્યા (Ayodhya) માં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. આવતી કાલે રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થશે. ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi)  રામ મંદિરના પાયામાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં એસપીજીએ સુરક્ષા મોરચો સંભાળી લીધો છે. અયોધ્યાની સરહદ સીલ થઈ છે. 5 ઓગસ્ટ સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. સ્થાનિક રહીશોએ ઓળખપત્ર રાખવું જરૂરી છે. અયોધ્યામાં આજે રામ મંદિરના ભૂમિ પૂજન અગાઉ હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી. નિશાન પૂજા દ્વારા હનુમાનજી પાસે મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીની નિશાન પૂજાનું ખુબ મહત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યાની સરહદ સીલ, SPGએ મોરચો સંભાળ્યો, સ્થાનિક રહીશો માટે આ છે નિયમો


ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકના પ્રવાસે રહેશે. પીએમ મોદીના અયોધ્યામાં લેન્ડ થવાથી લઈને વિદાય થવા સુધીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પર એક નજર ફેરવીએ...


5  ઓગસ્ટની સવારે દિલ્હીથી પ્રસ્થાન!
9:35 વાગે: દિલ્હીથી સ્પેશિયલ વિમાન રવાના થશે!
10:35 વાગે: લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ!
10:40 વાગે: હેલિકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન !
11:30 વાગે: અયોધ્યા સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ!
11:40 વાગે: હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ દર્શન પૂજા!
12 વાગે: રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ!
10 મિનિટમાં રામલલા વિરાજમાનના દર્શન-પૂજન!
12:1 વાગે: રામલલા પરિસરમાં પારિજાતનો છોડ રોપશે!
12:30 વાગે:  ભૂમિપૂજન કાર્યક્રમ આરંભ!
12:40 વાગે: રામ મંદિરની આધારશીલાની સ્થાપના!
1.10 વાગે: નૃત્યગોપાલ દાસ વેદાંતી સહિત ટ્રસ્ટ કમિટી સાથે કરશે મુલાકાત!
2:05 વાગે: સાકેત કોલેજના હેલિપપેડ માટે પ્રસ્થાન!
2:20 વાગે: લખનઉ માટે ઉડશે હેલિકોપ્ટર !


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube