Confidence, મિત્રો સાથે ઉષ્માસભર મુલાકાત, PM મોદીની Body Language પરથી શીખવા જેવી 9 વાત
17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. કાર્યકર્તાઓથી લઈને પીએમ મોદીના ચાહનારા પોતાના અંદાજમાં તેમનો જન્મદિવસ ઉજવે છે. કોઈ તેમના નામની કેક કાપીને જન્મદિવસ ઉજવે છે તો કોઈ વિશેષ અભિયાન ચલાવીને લોકોની સેવા કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરે છે.
નવી દિલ્લી: 17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. કાર્યકર્તાઓથી લઈને પીએમ મોદીના ચાહનારા પોતાના અંદાજમાં તેમનો જન્મદિવસ ઉજવે છે. કોઈ તેમના નામની કેક કાપીને જન્મદિવસ ઉજવે છે તો કોઈ વિશેષ અભિયાન ચલાવીને લોકોની સેવા કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરે છે. આ પીએમ પ્રત્યે લોકોનો પ્રેમ છે જેના કારણે તે બીજી વખત પ્રચંડ બહુમત સાથે દેશના પ્રધાનમંત્રી બન્યા. પરંતુ એવું શું છે જે વર્ષ 2014થી લોકસભાની ચૂંટણીથી લઈને 2021 સુધી લોકોમાં મોદીનો ક્રેઝ બન્યું હોય. તેના અનેક જવાબ હોઈ શકે છે. પરંતુ એક જવાબ છે તેમની બોલવાની શૈલી અને બોડી લેંગ્વેજ. પીએણ મોદીની બોડી લેંગ્વેજમાં એવું કયું ફેક્ટર છે જે તમારે જાણવું જોઈએ.
1. ચાલવામાં આત્મવિશ્વાસની ઝલક હોય:
PM મોદીના ચાલવાની સ્ટાઈલમાં એક આત્મવિશ્વાસ ઝલકે છે. બોડી લેંગ્વેજ એક્સપર્ટનું માનીએ તો તેમને જોવાથી એવું લાગે કે જાણે તે પોતાના રસ્તામાં આવનારા દરેક સંકટ અને અડચણને દૂર કરવાની ક્ષમતા રાખે છે.
2. મિત્રતાપૂર્ણ વ્યવહાર અત્યંત જરુરી:
અનેક વખતે જોવામાં આવ્યું છે કે પીએમ મોદી કેટલાંક રાષ્ટ્રાધ્યક્ષો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખે છે. જેમ કે ઓબામા સાથે તે હંમેશા એક મિત્રની જેમ મળ્યા. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન હોય કે ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂ કે પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોનને મળે છે ત્યારે તેમાં કોઈ પ્રોટોકોલ હોતો નથી.
3. ઉષ્માભેર મુલાકાત કરો:
ભારત સહિત વિદેશ પ્રવાસમાં પણ પીએમ મોદી કોઈપણ વ્યક્તિને ઉષ્માભેર મળે છે. પીએમ મોદીનો ઓબામા સાથે હાથ મિલાવવાની સ્ટાઈલ જોઈ લો. જૂન 2017માં મોદીની જોવા મળેલી આ બોડી લેંગ્વેજ ડોનલ્ડ ટ્ર્મ્પ સાથે મુલાકાતમાં પણ જોવા મળી હતી. જ્યારે ટ્રમ્પે સ્પીચ પૂરી કરી ત્યારે પણ પીએમ મોદી તેમની આગળ વધ્યા અને તેમને ગળે લગાડી લીધા. એ જ પ્રમાણે પીએમ મોદીની સ્પીચ પૂરી થઈ ત્યારે ટ્રમ્પે પીએમ મોદીને ગળે લગાડ્યા હતા.
4. સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું જરૂરી:
પીએમ મોદીની વિશેષતા એ રહી કે જ્યારે પણ તે વિદેશ પ્રવાસે કોઈ કાર્યક્રમમાં ગયા ત્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યા છે. આ ફોટો જર્મનીમાં યોજાયેલી જી-20 બેઠકનો છે. નરેન્દ્ર મોદી સાથે વાત કરતા દુનિયાના બે મોટા દેશના નેતાઓ. તેમાં સ્પષ્ટ જોવા મળે છે કે તે પીએમ મોદી સાથે વાત કરવા માટે કેટલા ઉત્સાહિત છે.
5. વાતમાં બોડી લેંગ્વેજનો ઉપયોગ કરો:
પીએમ મોદીના વ્યક્તિત્વનો આ સૌથી મોટો ગુણ છે. તે બોલતાં સમયે બોડી લેંગ્વેજનો સૌથી વધારે ઉપયોગ કરે છે. કોઈપણ સારા વક્તામાં તે સૌથી સારી ક્વોલિટી માનવામાં આવે છે. લાલ કિલ્લાથી ભાષણ આપવાથી લઈને ચૂંટણી રેલીમાં સભા કરવા સુધી પીએમ મોદી બંને હાથ ખુલ્લા રાખીને લોકોને સંબોધિત કરે છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ દેખાય છે. લોકો તેમનું ભાષણ સાંભળે છે. આ વિશેષતા બહુ ઓછા લોકોમાં હોય છે.
6. પહેલી મુલાકાતમાં સામેની વ્યક્તિને કમ્ફર્ટેબલ કરી દેવો:
પીએમ મોદીની વિશેષતા છે કે જ્યારે કોઈ તેમને પહેલીવાર મળે છે તો તેને બહુ કમ્ફર્ટેબલ કરી દે છે. તેનું તાજું ઉદાહરણ ઓલિમ્પિક જીતીને આવેલા ખેલાડીઓની પીએમ મોદી સાથે મુલાકાતમાં જોવા મળ્યું. ત્યાં મોટાભાગના ખેલાડી પીએમ મોદીને પહેલીવાર મળી રહ્યા હતા. પરંતુ બધા ખેલાડીઓને તેમણે એટલું કમ્ફર્ટેબલ કરી દીધું કે તે ખુલીને પીએમ મોદી સાથે વાત કરવા લાગ્યા.
7. વાતોમાં પ્રભાવશાળી શબ્દોનો ઉપયોગ કરો:
પીએમ મોદીની વાતોમાં કેટલાંક પ્રભાવશાળી શબ્દ એવા હોય છે જે સામેની વ્યક્તિ પર અસર કરે છે. આ કલા વ્યક્તિગત વાતચીતથી લઈને ચૂંટણી રેલીઓમાં જોવા પણ મળે છે. જેમ કે પીએમ મોદીએ ખેડૂત આંદોલન દરમિયાન આંદોલનજીવી અને એફડીઆઈ જેવા નવા શબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે કોરોનાથી લઈને સ્પીચમાં તેનું ફોર્મ ગણાવ્યું કે કો-કોઈ, રો-રોડ પર ના- ના નીકળે. આવી જ રીતે પોતાની સ્પીચમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ નવું ભારત છે. અમે કોઈને છોડતા નથી અને કોઈ છેડશે તો તેમને છોડીશું નહીં.
8. સ્થિતિ અનુસાર વ્યવહાર કરો:
પ્રધાનમંત્રીની વિશેષતા એ છે કે તે સ્થિતિ અનુસાર વર્તન કરે છે. જો કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષની સાથે છે તો એક રાષ્ટ્રાધ્યક્ષ જેવો વ્યવહાર કરતા જોવા મળે છે. જો બાળકની સાથે છે તો બાળક જેવો વ્યવહાર કરે છે. જુલાઈ 2019માં પીએમ મોદીની એક તસવીર સામે આવી હતી. જેમાં તે નાનકડા બાળકની સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદીએ બાળકને પોતાના ખોળામાં લઈ લીધો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે એક બહુ જ ખાસ દોસ્ત આજે મને મળવા સંસદમાં આવ્યો.
9. પોતાનાપણુ બતાવવાનો અનોખો પ્રકાર હોય:
બાળકોના કાન ખેંચવાની પીએમ મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવી જ એક તસવીર જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે સામે આવી હતી. જેમાં તે ક્યોટો સ્થિત કિનકાકૂ જી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમણે બાળકોના કાન ખેંચ્યા હતા જેની તસવીર વાયરલ થઈ રહી છે. તેમણે કેનેડાના પ્રધાનમંત્રીની પુત્રી ઉપરાંત અભિનેતા અક્ષય કુમારના પુત્ર આરવના કાન પણ ખેંચ્યા છે. આ પીએમ મોદીની બાળકો સાથે પોતાનાપણું બતાવવાની એક કળા છે. સામાન્ય રીતે માતા-પિતા બાળકો તોફાન કરે ત્યારે કાન ખેંચે છે. તેવી જ રીતે પીએમ મોદી વાલીની ભૂમિકામાં બાળકો પ્રત્યે પોતાનાપણું દર્શાવે છે.