નવી દિલ્હીઃ નડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઝારખંડના મુખ્યપ્રધાનના રૂપમાં શપથ લેવા પ હેમંત સોરેન (hemant soren)ને રવિવારે શુભેચ્છા આપી હતી. આ સાથે પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે કેન્દ્ર તરફથી હરસંભવ મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું છે. વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું, 'ઝારખંડના મુખ્યપ્રધાનના રૂપમાં શપથ લેવા માટે હેમંત સોરેનને શુભેચ્છા. હું ઝારખંડના વિકાસ માટે કેન્દ્ર તરફથી સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપું છું.' મહત્વનું છે કે ઝારખંડના 11માં મુખ્યપ્રધાનના રૂપમાં 44 વર્ષીય આદિવાસી નેતાએ રવિવારે શપથ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે હાલમાં સમાપ્ત થયેલી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જેએમએમ, આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી હતી. તો ભાજપે સત્તા ગુમાવી અને તેણે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. આજે યોજાયેલા શપથ ગ્રહમમાં જેએમએમ સિવાય કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા હતા. આ દરમિયાન મંચ પર વિપક્ષી એકતા જોવા મળી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સહિત ઘણા વિપક્ષી નેતાઓ મંચ પર હાજર રહ્યાં હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....