વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વારાણસીમાં ખાસ રસોઈ બનાવનારા રસોઈયા રાજીવ બટવાલે શનિવારે મીડિયામાં પોતાનું જે નિવેદન ચાલી રહ્યું છે તેને સંપૂર્ણપણે ફગાવ્યું છે. વાત જાણે એમ છે કે મીડિયામાં રાજીવ બટવાલનું એક નિવેદન હાલ ખુબ ચાલી રહ્યું છે, જેમાં તેણે કથિત રીતે કહ્યું છે કે પીએમ મોદીના ભજીયાવાળા નિવેદન સાથે તે સહમત નથી. રાજીવે મીડિયામાં ચાલી રહેલા ખોટા અહેવાલોને નકારતા કહ્યું કે આ સમાચારો અંગે હું કઈ જાણતો નથી. જે પણ મારા નામે છપાયું છે તે તે સંપૂર્ણ રીતે ખોટું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતી માટે જમીન ખરીદવી છે, પણ નથી પૈસા? ખેડૂતો SBIની આ સ્કિમનો લઈ લો લાભ


રાજીવે કહ્યું કે મીડિયાવાળાએ મને પૂછ્યું હતું કે હું અહીં કેટલા સમયથી કામ કરી રહ્યો છું. મેં તેમને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી હું અહીં ભોજન બનાવું છે. મેં તેમને કહ્યું કે હું પીએમ મોદીના ભજીયાવાળા નિવેદન પર રમાઈ રહેલા રાજકારણ અંગે કશું જાણતો નથી. મારા નામે જે કઈં છપાયું છે તે ખોટું અને નિરાધાર છે. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે જાય છે તો ડીઝલ લોકોમોટિવ વર્કશોપ (DLW)ના ગેસ્ટ હાઉસમાં જ રોકાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...