નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Nanrendra Modi) અને અબુ ધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને (Sheikh Mohd bin Zayed Al Nahyan) શુક્રવારે ક્ષેત્રીય ઘટનાક્રમો પર ચર્ચા કરી. આ દરમિયાન બંને નેતાઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે દુનિયામાં આતંકવાદી અને કટ્ટરપંથ માટે કોઈ જગ્યા નથી. તેમણે આ સાથે જ આ પ્રકારની તાકાતો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયોની પડખે રહેવા પર ભાર મૂક્યો. વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનને કબજો કર્યો અને યુદ્ધગ્રસ્ત દેશમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ થયેલા ઘટનાક્રમ વચ્ચે આ ચર્ચા થઈ. 


પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે ટેલિફોન પર વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) વ્યાપક રણનીતિક ભાગીદારી હેઠળ અલગ અલગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિનું આકલન કર્યું. પીએમ મોદીએ આ ચર્ચામાં કોવિડ-19 મહામારી દરમિયાન ભારતીય સમુદાય માટે સંયુક્ત આરબ અમીરાતના સહયોગની પ્રશંસા કરી. આ દરમિયાન પીએમ મોદીએ એક ઓક્ટોબર 2021થી દુબઈમાં આયોજિત થનારા એક્સપો-2020 માટે શુભકામના પણ આપી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube