નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વોરિયર્સનું મનોબળ વધારવા માટે વ્યક્તિગત રીતે ફોન કરી રહ્યાં છે. દેશભરની હોસ્પિટલોના સ્વાસ્થ્યકર્મીઓને પીએમઓથી ફોન જઈ રહ્યાં છે. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયડુ હોસ્પિટલ પુણેની નર્સ છાયાને ફોન કરીને તેના હાલચાલ જાણ્યાં. વાતચીતમાં છેલ્લે નર્સ છાયા એટલી બધુ ભાવુક થઈ ગઈ કે તેણે વડાપ્રધાનને ભગવાન ગણાવી દીધા. છાયાએ કહ્યું કે અમારા માટે તો તમે પણ દેવતા છો. આખા દેશને તમારા જેવા વડાપ્રધાન મળવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન: UP બોર્ડર પર ફસાયેલા ગરીબ મજૂરોની મદદ માટે યોગી સરકારે કરી 1000 બસની વ્યવસ્થા


વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાને છાયાને પૂછ્યું કે જણાવો કે તમે તમારા પરિવારને તમારા સેવાભાવ પ્રત્યે કેવી રીતે આશ્વસ્ત કરી શક્યા કારણ કે તમે તો બિલકુલ તન મનથી હાલ બધાની સેવામાં લાગ્યા છો. પરિવારને પણ ચિંતા થતી હશે. 


જેના પર છાયાએ કહ્યું ચિંતા તો  થાય છે પરંતુ કામ તો કરવું પડે સર. સેવા આપવાની હોય છે, થઈ જાય છે સર, પછી વડાપ્રધાને પૂછ્યું, દર્દીઓ આવતા હશે તો ખુબ ડરેલા હશે? જેના પર નર્સે છાયાને જણાવ્યું કે હાં ખુબ ડરેલા હોય છે. પરંતુ અમે તમની સાથે વાત કરીએ છીએ અને જણાવીએ છીએ કે ડરવાની કોઈ જરૂર નથી. 


શાબાશ...બેંગ્લુરુના આ ડોક્ટરે શોધી નાખ્યો જીવલેણ કોરોના વાયરસને નાથવાનો ઉપાય


જ્યારે છાયાએ આ ફોન કોલ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો તો મોદીએ કહ્યું કે આ તો તેમની ફરજ છે અને બધાએ મળીને આ લડાઈ જીતવાની છે. જેના પર નર્સે જવાબ આપ્યો કે હા તે તો છે. હું તો મારી ફરજ નીભાવી રહી છું. તમે તો ચોવીસ કલાક દેશની સેવા કરી રહ્યાં છો. 


વધુ વિગતો માટે જુઓ video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...