દુમકા :એક તરફ જ્યાં ઝારખંડ ઈલેક્શન (Jharkhand Assembly Election 2019) ના ચોથા ચરણનું મતદાન સોમવારે થવાનું છે. ત્યાં પાંચમા અને અંતિમ ચરણ માટે ઈલેક્શન પ્રચારે જોર પકડી લીધું છે. અલગ અલગ પાર્ટીઓના તમામ દિગ્ગજો પ્રચારમાં લાગી ગયા છે. બીજેપીના પ્રચાર અભિયાનને ગતિ આપવા માટે ખુદ પીએમ મોદી (Narendra Modi) આજે એકવાર ફરીથી ઝારખંડ પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું જ્યાં પણ જઈ રહ્યો છું, ત્યાંની જનસભા પહેલાની રેલીનો રેકોર્ડ તોડી દે છે. અહીં પણ જ્યાં સુધી મારી નજર પહોંચે છે, ત્યાં ત્યાં લોકો આર્શીવાદ આપવા આવ્યા છે. 


અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી અટકાયત, મોતીલાલ નહેરુ પર ટિપ્પણી કરવી ભારે પડી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેએમએમ-કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
સાથે જ તેમણે કહ્યું કે, જેએમએમ અને કોંગ્રેસની પાસે ઝારખંડના વિકાસ માટે ન તો કોઈ રોડમેપ છે, ન તો કોઈ હેતુ અને ન તો તેઓએ ભૂતકાળમાં કંઈ કર્યું છે. જો તેઓ કંઈ જાણે છે તેઓને એક જ વાત માલૂમ છે કે, બીજેપીનો વિરોધ કરો. મોદીને ગાળો આપો. બીજેપીનો વિરોધ કરતા કરતા આ લોકોને દેશનો વિરોધ કરવાની આદત પડી ગઈ છે. 


binsachivalay examમાં FSLનો મોટો ખુલાસો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....