binsachivalay examમાં FSLનો મોટો ખુલાસો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ મામલે રચાયેલી SIT મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે ગઈકાલે સીટની મળેલી આ બેઠકમાં FSLના નિષ્ણાતો પણ હાજર રહ્યા. જેના રિપોર્ટ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. સાથે જ પેપર લીક થયું હોવાના મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. SITની ટીમ આવતીકાલે મુખ્યમંત્રીને આ રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે. રિપોર્ટ મળ્યા પછી જ સીએમ રૂપાણી રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેશે. જોકે બેઠક પછી સીટના વડા કમલ દયાનીએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે અને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે.
VIDEO : અક્ષયે અનુભવ્યો એ દુખાવો, જે આખી દુનિયાની મહિલાઓને થાય છે...
SITના અધ્યક્ષ મીડિયાથી ભાગ્યા
એફએસએલનો શું રિપોર્ટ આવ્યો તે મીડિયાને જણાવવાના બદલે અધ્યક્ષ મીડિયાથી ભાગતા જોવા મળ્યા હતા. સીટના વડા આઇ.એ.એસ કમલ દયાનીએ મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે, બિનસચિવાલય પરીક્ષા સંદર્ભે તપાસ ચાલુ છે. દસ દિવસ આવતા સપ્તાહમાં પૂરા થાય છે અને સીટ રિપોર્ટ આપશે. અત્યારે કશું પણ કહેવું વહેલું છે. SITની બેઠક પહેલા પણ મીડિયાથી ભાગ્યા હતા. આવતા સપ્તાહમાં રિપોર્ટ SIT સબમિટ કરાશે. હજુ SITની તાપસ ચાલુ છે.
મોટું કન્ફ્યુઝન : એક્ટિવા ચાલકને કોને ટક્કર મારી...ફોર્ચ્યૂનર કારમાં સવાર નબીરાએ કે પછી BRTS બસે...?
17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની ભરતીનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા વોટ્સએપમાં ફરતુ થયા અંગે વિદ્યાર્થીઓએ આપેલા પુરાવા સાચા હોવાનું એફએસએલએ સ્વીકાર્યું છે. વિદ્યાર્થી આગેવાનોએ રજૂ થયેલા મોબાઈલમાં 11.06 કલાકે પેપર પરીક્ષા ક્લાસમાંથી બહાર આવ્યાનું સ્પષ્ટ થાય છે. આ, વિદ્યાર્થી આગેવાનોની વાત સાચી સાબિત થાય છે. જોકે, આ પેપર ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે. સોમવારે આ રિપોર્ટ સરકારને સોંપવાનો છેલ્લો દિવસ છે. પ્રાથમિક તારણોને આધારે સીટમાં રહેલા ગેડના અધિકારીઓ વહીવટી નિયમો અને પોલીસ ઓફિસર્સ પેપર લીકથી લઈને સીસીટીવી ફૂટેજ સહિતના તથ્યો સાથે રિપોર્ટ કરીને શક્યતા મંગળવારે રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યા છે. ત્યારે બુધવારે મુખ્યમંત્રી દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે