G-20 Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. ત્રણ દિવસના પ્રવાસ પર જતા પહેલા પીએમ મોદીએ પોતાના પ્રસ્થાન વક્તવ્યમાં જણાવ્યું કે શિખર સંમેલનમાં ભારતનો શું એજન્ડા હશે. તેમણે કહ્યું કે, 'બાલી શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક ચિંતાના પ્રમુખ મુદ્દાઓ જેમ કે વૈશ્વિક વિકાસ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ડિજિટલ પરિવર્તનને પુર્નજીવિત કરવા માટે અન્ય G20 નેતાઓ સાથે વ્યાપક ચર્ચા કરીશ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે બાલીમાં G20 શિખર સંમેલનથી અલગ, હું અનેક અન્ય ભાગ લેનારા દેશોના નેતાઓે મળીશ. તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરીશ. તેમણે કહ્યું કે 15 નવેમ્બરના રોજ એક સ્વાગત સમારોહમાં બાલીમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવા માટે ઉત્સુક છું. 


ભારત એક ડિસેમ્બરે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે
પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બાલી શિખર સંમેલનના સમાપન સમારોહમાં ભારતને G20 પ્રેસીડેન્સી સોંપશે. ભારત અધિકૃત રીતે 1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે. 


શિખર સંમેલન 15-16 નવેમ્બરે આયોજિત કરાશે. રશિયા-યુક્રેન સંઘર્ષ અને તેના વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પ્રભાવ અહીં ચર્ચાનો વિષય રહેશે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે સોમવારે થનારી એક બેઠક ઉપર પણ બધાની નજર છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube