નવી દિલ્હીઃ PM Modi Uzbekistan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉઝ્બેકિસ્તાન માટે રવાના થઈ ગયા છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના નિમંત્રણ પર પીએમ મોદી એસસીઓ (SCO) ના રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં ભાગ લેવા માટે 15-16 સપ્ટેમ્બરે સમરકંદ (Samarkand) માં હશે. શંઘાઈ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે સમરકંદ રવાના થતા પહેલા પીએમ મોદીએ ગુરૂવારે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે તે સમૂદની અંદર વર્તમાન મુદ્દા, વિસ્તાર અને સહયોગને આગળ વધારવા વિશે વિચારોનું આદાન-પ્રદાન કરવાને લઈને ઉત્સુક છે. 


પ્રધાનમંત્રી મોદી શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાની નેતા ઇબ્રાહિમ રઈસી સહિત અન્ય નેતાઓ સાથે એસસીઓના વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે. પ્રધાનમંત્રી ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવના નિમંત્રણ પર ત્યાંનો પ્રવાસ કરી રહ્યાં છે. ઉઝબેકિસ્તાન એસસીઓનું વર્તમાન અધ્યક્ષ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube