મોટા સમાચાર! તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ કારણથી તમારે જવું પડશે જેલ
PM Kisan Samman Nidhi Yojana: નિયમો અનુસાર, પીએમ કિસાન હેઠળ પરિવારના માત્ર એક સભ્યને જ હપ્તો મળી શકે છે. આવા ખેડૂતો સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવી શકે છે અને આવા કેસમાં તેને જેલ પણ જવું પડી શકે છે.
PM Kisan Samman Nidhi Yojana: સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન યોજના હેઠળ, ખેડૂતોને 1 વર્ષમાં 3 હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દર 4 મહિને 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)નો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. આવા ઘણા ખેડૂતો પીએમ કિસાન (PM Kisan) યોજનામાં જોડાયા છે, જેઓ આ યોજનાના નિયમો અને શરતોને પૂર્ણ કરી રહ્યાં નથી અને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
સરકારે આવા અયોગ્ય ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો જાહેર કર્યા છે. સરકાર હવે આ યોગ્ય ન હોવા છતાં લાભ લેનારા ખેડૂતો પાસેથી પૂરા પૈસા વસૂલ કરી રહી છે. હવે તેમને પીએમ કિસાન યોજનામાંથી પણ બહારનો રસ્તો બતાવવામાં આવશે. રાજ્ય સરકારોએ ખોટી રીતે હપ્તા વસૂલનારાઓ પાસેથી નાણાં વસૂલવાનું કામ શરૂ કર્યું છે. જણાવી દઈએ કે 13મો હપ્તો જાહેર થયા બાદથી દેશભરના કરોડો ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. ભારત સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે.
હપ્તા પરત કરવાના રહેશે-
જો તમારા ઘરમાં પણ એક જ જમીન પર પરિવારના એક કરતા વધુ સભ્યો પીએમ કિસાન હેઠળ હપ્તા લેતા હોય, તો તમારે 2000 રૂપિયાના હપ્તાના પૈસા પરત કરવાના રહેશે. ધારો કે એક પરિવારમાં જો માતા, પિતા, પત્ની અને પુત્ર એક જ જમીન પર પીએમ કિસાનના હપ્તા મેળવી રહ્યાં છે, તો તેમણે સરકારને પૈસા પરત કરવા પડશે. નિયમો અનુસાર, પીએમ કિસાન હેઠળ પરિવારના માત્ર એક સભ્યને જ હપ્તો મળી શકે છે. આવા ખેડૂતો સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવી શકે છે અને આવા કેસમાં તેને જેલ પણ જવું પડી શકે છે.
આ ખેડૂતોનું છે બોગસ રજિસ્ટ્રેશન-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી સામે આવી હતી. જેમાં 17,000 જેટલા અયોગ્ય ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને આશરે 25 કરોડની છેતરપિંડી આચરી હતી. હવે આ બનાવટ વધીને 43 કરોડ થઈ ગઈ છે. 53 હજાર ખેડૂતોએ બોગસ રજિસ્ટ્રેશન કરાવીને આ રકમ મેળવી છે. પીએમ કિસાન હેઠળ નાણાં લેનારા અયોગ્ય ખેડૂતોએ નાયબ કૃષિ નિયામકની કચેરીમાં રોકડમાં નાણાં જમા કરાવવાના રહેશે. પૈસા જમા કરાવવા પર તેમને રસીદ મળશે. પૈસા આપ્યા બાદ પોર્ટલ પરથી ખેડૂતનો ડેટા પણ કાઢી નાખવામાં આવશે.