PM Narendra Modi Reviews: નેશનલ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લીમેન્ટેશનનો પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિવ્યુ કર્યો છે. તેમણે કહ્યું કે, ઇક્વિટી, ગુણવત્તા, સસ્ટેનેબિલિટી અને જવાબદારીના ઉદેશ્યને હાંસલ કરવાની દિશામાં છેલ્લા બે વર્ષમાં ઘણા પગલા ઉઠાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્કૂલ છોડી ચૂકેલા બાળકો ફરીથી મુખ્ય ધારામાં સામેલ કરવાથી લઇને ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એગ્જિટની વ્યવસ્થા શરૂ કરવા માટે ઘણા બધા ટ્રાન્સફોર્મેટ સુધારાઓ કરવાની પહેલ કરવામાં આવી છે. જે દેશની પ્રગતિમાં અસરકારક સાબિત થશે.


આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકાર, અન્નપુર્ણા દેવી અને રાજકુમાર રંજન સિંહ, પ્રધાનમંત્રીના પ્રમુખ સચિવ પી કે મિશ્રા, વિશ્વવિદ્યાલય અનુદાન કમિશનના અધ્યક્ષ, અખિલ ભારતીય તકનીકિ શિક્ષણ પરિષદના અધ્યક્ષ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદના ડિરેક્ટર સહિત શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી હાજર હતા.


બેઠક દરમિયાન પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય સંચાલન સમિતિ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલા રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખાની પ્રગતિની જાણ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ આ પ્રકારે વિકસિત કરવામાં આવે કે સ્કૂલ જતા બાળકોને ઓછામાં ઓછા જોખમનો સામનો કરવો પડે.
(ઇનપુટ-ભાષા)


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube