નવી દિલ્હી: પટનામાં નરેન્દ્ર મોદીએ 2013ના હુંકાર રેલી સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સજાની જાહેરાત કરવામાં આવી છે. પટનાની NIA કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4 દોષિતોને ફાંસીની સજા, 2 દોષિતોને આજીવન કેદ અને 2 દોષિતોને 10 વર્ષની, એક દોષિતને 7ને સજા સંભળાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું હતો સમગ્ર કેસ?
27 ઓક્ટોબર 2013ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પહેલા ગાંધી મેદાન અને જંકશનમાં બનેલી ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ 85 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેલમાં બંધ દસ આરોપીઓને ગયા મહિનાની 27મી તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. NIA કોર્ટે ઉમર સિદ્દીકી, અહેમદ હુસૈન, અઝહરુદ્દીન કુરેશી, હૈદર અલી, ઈમ્તિયાઝ અંસારી, મોજીબુલ્લાહ અંસારી, ફિરોઝ અહેમદ અને નુમાન અંસારીને આઈપીસી એક્ટની વિવિધ કલમો, એક્સપ્લોઝિવ એક્ટની વિવિધ કલમો, યુએ (પી) એક્ટ અને રેલવે એક્ટની વિભિન્ન કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. 2014માં તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થયા બાદ અત્યાર સુધીમાં 187 લોકોની કોર્ટમાં જુબાની આપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે ગાંધી મેદાન સીરિયલ બ્લાસ્ટ મામલામાં 27 ઓક્ટોબર, 2013ના પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબર. 2013ના એનઆઈએએ કેસ સંભાળ્યો અને એક નવેમ્બરે દિલ્હીમાં એનઆઈએ સ્ટેશનમાં તેની ફરીથી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાં સગીર સહિત 12 લોકો વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં એકનું મોત સારવાર દરમિયાન થયું હતું. તો જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી ચુકી છે. 


UP વિધાનસભાની ચૂંટણી પહેલો મોટો ધમાકો: અખિલેશ યાદવે કહ્યું- '2022ની વિધાનસભાની ચૂંટણી નહીં લડે'


આ મામલામાં વકીલ લલન પ્રસાદ સિન્હાએ કહ્યુ કે, દસ આરોપીઓમાંથી 9 દોષી સાબિત થયા, એક આરોપીને શંકાના આધાર પર છોડી દેવામાં આવ્યો. છ વ્યક્તિ 302/120 હેઠળ દોષી સાબિત થયા છે અને બાકી સેક્શનની અંદર દોષી છે. તેમાં એનઆઈએએ ખુબ સારૂ કામ કર્યું છે. તેણે સાઇન્ટિફિક પૂરાવાના આધાર પર બધાને દોષી ઠેરવ્યા છે. એક નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે. આ મામલાનું ષડયંત્ર છત્તીસગઢ (રાયપુર) માં ઘડાયું હતું. સામાન ઝારખંડથી લેવામાં આવ્યો અને પછી પટનામાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 


પાંચને અન્ય કેસમાં થઈ ચુકી છે આજીવન કેદ
આ મામલામાં આરોપી પાંચ આતંકીઓને પહેલા જ અન્ય કેસમાં આજીવન કેદની સજા ફકરાવવામાં આવી છે. તેમાં ઉમર સિદ્દિકી, અઝહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોઝ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ર અબ્દુલ્લા ઉર્ફે બ્લેક બ્યૂટી, મો. મોઝીબુલ્લાહ અંસારી તથા ઇમ્પિયાઝ અંસારી ઉર્ફે આલમ સામેલ છે. તેમાંથી ઇમ્તિયાઝ, ઉમેર, અઝહર, મોજિબુલ્લાહ અને હૈદરની બોધગયા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે. 


પાક અને તૂર્કી પર લેવામાં આવ્યું મોટું એક્શન: આતંકી ફંડિંગ રોકવા FATFને G-20નું સમર્થન


મહત્વનું છે કે પટનામાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી હતી. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપ અને એનડીએ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. આ રેલી સિવાય એક ધમાકો પટના જંક્શન પ્લેટફોર્મ નંબર 10 પર પણ થયો હતો. છ લોકોના મોત થયા જ્યારે 80થી વધુ લોકોને ઈજા થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube