કરૌલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. અહીં તેમની હિડોન, સીકર અને બીકાનેરમાં ચૂંટણી સભા છે. આજે તેમણે પોતાની ચૂંટણી સભાની શરૂઆત રાજસ્થાનના કરૌલીથી કરી. જનતાને સંબોધિત કરતા અગાઉ સૌથી પહેલા તેમણે ફાની ચક્રવાત અંગે વાત કરી અને લોકોને જણાવ્યું કે એક બાજુ આપણે અહીં ઊભા છીએ અને કેટલાક રાજ્યો ફાની ચક્રવાત સામે ઝઝૂમી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે અને ચક્રવાત સંબંધિત જાણકારીઓ ભેગી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા સમગ્ર દેશે, રાજસ્થાને એક ભરોસા સાથે પોતના આ સેવકને દેશ માટે કામ કરવાની તક આપી હતી. રાષ્ટ્રવાદથી ઓત પ્રોત આ માટીના એક એક વ્યક્તિએ એમ વિચારીને કે દુનિયામાં ભારતની ધાક વધે એટલે તમામ બેઠકો ભાજપને આપી હતી.


ઝારખંડ: રાહુલ ગાંધીની રેલીમાં આદિવાસી મહિલાઓએ લગાવ્યાં 'મોદી જિંદાબાદ'ના નારા


તેમણે કહ્યું કે આજે સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. બે દિવસ અગાઉ જ ભારતના મોટા દુશ્મન મસૂદ અઝહરને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો. પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓનો આ આકા વર્ષોથી ભારતને ઘા પર ઘા આપી રહ્યો હતો. 


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન અને આતંકીઓના મનસૂબા પર આ ત્રીજી મોટી સ્ટ્રાઈક થઈ છે. હવે તમે જ જણાવો કે પાકિસ્તાનની ડંફાશ નીકળી ગઈ કે નહી? આતંકીઓ અને આતંકીઓને પહોંચી વળવાના કોંગ્રેસના તરીકા તથા ભાજપની રીતની સરખામણી થઈ શકે નહીં. યાદ કરો કે કોંગ્રેસ કહેતી હતી કે દરેક આતંકી હુમલાને રોકવો એ શક્ય નથી. 


કોંગ્રેસના આ ઉમેદવારે સની લિયોનનો ઉલ્લેખ કરીને સની દેઓલ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?


કોંગ્રેસ પર આક્રમક પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો આતંકી હુમલા રોજની વાત હતી. કોઈ પણ શહેર કોંગ્રેસના કાર્યકાળમાં સુરક્ષિત નહતો. 2008માં મુંબઈમાં આતંકીઓએ હુમલો કર્યો. જો ફક્ત 2008ની વાત કરીએ તો તે ન તો પહેલો આતંકી હુમલો હતો અને ન તો છેલ્લો. 


તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં સુરક્ષાની વધુ સારી સ્થિતિ કોંગ્રેસને ગમતી નથી. મસૂદ અઝહર પર થયેલા નિર્ણય અંગે ખુશી મનાવવાની જગ્યાએ, કોંગ્રેસ પોાતાની મજાક ઉડાવવામાં લાગી છે. કોંગ્રેસ હવે સવાલ ઉઠાવી રહી છે કે મસૂદ અઝહરને ચૂંટણી સમયે જ કેમ આતંકી જાહેર કરાયો. તેમણે કહ્યું કે, "આ જે તમારા મતની તાકાત છે જેણે રાજસ્થાનમાં મોદીને 25માંથી 25 બેઠકો આપી, તેની તાકાત છે કે મોદી મુકાબલો કરે છે. તમે મારી સાથે ન હોત, રાજસ્થાનની વીર ભૂમિ ન હોત, રાજસ્થાનની માતાઓના આશીર્વાદ ન હોત તો કોંગ્રેસ અને મારામાં ફરક શું હોત".


તેમણે કહ્યું કે કોંગ્રેસવાળાને પરેશાની છે કે ચૂંટણી ચાલી રહી છે અને અબુધાબી, યુએઈ મોદીને એવોર્ડ આપે છે. કોંગ્રેસને પરેશાની છે કે ચૂંટણી ચાલી રહી છે અને રશિયા મોદીને એવોર્ડ આપે છે. કોંગ્રેસને પરેશાની છે કે ચૂંટણી ચાલે છે અને અમેરિકામાં બેઠેલું યુનાઈટેડ નેશન તથા દુનિયાના અન્ય દેશો મળીને મસૂદને આતંકી જાહેર કરી રહ્યાં છે. 


વડાપ્રધાને કહ્યું કે, "જ્યારે ભારત અંતરિક્ષમાં સેટેલાઈટને તોડી પાડનારું મિસાઈલ પરીક્ષણ કરે છે તો પણ કોંગ્રેસ કહે છે કે આ તો મોદીએ પોતાના ફાયદા માટે કરાવ્યું. જ્યારે આ પરીક્ષણ બાદ દુનિયા ભારત પર પ્રતિબંધ નથી લગાવતી પરંતુ  ભારતનું સમર્થન કરે છે તો કોંગ્રેસ કહે છે કે આ બધુ મોદીએ મેનેજ કરી લીધુ."


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...