ઝારખંડ: રાહુલ ગાંધીની રેલીમાં આદિવાસી મહિલાઓએ લગાવ્યાં 'મોદી જિંદાબાદ'ના નારા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગુરુવારે ઝારખંડના સિમડેગામાં એક રેલીનું આયોજન થયું હતું. જો કે આયોજકો માટે આ રેલીમાં એક પ્રસંગ એવો બન્યો કે હોશ ઉડી ગયા હતાં.

ઝારખંડ: રાહુલ ગાંધીની રેલીમાં આદિવાસી મહિલાઓએ લગાવ્યાં 'મોદી જિંદાબાદ'ના નારા

સિમડેગા: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગુરુવારે ઝારખંડના સિમડેગામાં એક રેલીનું આયોજન થયું હતું. જો કે આયોજકો માટે આ રેલીમાં એક પ્રસંગ એવો બન્યો કે હોશ ઉડી ગયા હતાં. મંચ પર જ્યારે ચોકીદાર ચોર હૈના નારા લાગ્યાં ત્યારે આગળની હરોળમાં બેઠેલી કેટલીક સ્થાનિક આદિવાસી મહિલાઓએ મોદી જીંદાબાદના નારા લગાવ્યાં હતાં. 

રાહુલ ગાંધીએ રાજ્યની ખૂંટી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કાલીચરણ મુંડાના પક્ષમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યાં. ભાષણ સમાપ્ત થતા જ કોંગ્રેસના કાર્યકરોએ મંચ પરથી ચોકીદાર ચોર હૈના નારા લગાવવાનું ચાલુ કર્યું. 

મંચની સામે પત્રકારો બેઠા હતાં તેની બરાબર પાછળ અડધો ડઝન આદીવાસી મહિલાઓ આ સૂત્રોચ્ચારના જવાબમાં મોદી જિંદાબાદના નારા લગાવવા લાગી. આ જોઈને આયોજકોના તો હોશ ઉડી ગયાં. 

જુઓ LIVE TV 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવતી મહિલાઓને જ્યારે મીડિયાકર્મીઓએ આ સૂત્રોચ્ચારનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે કારણ કે તેમણે શૌચાલય, ગેસ કનેક્શન અને મકાન તથા વીજળી આપ્યાં છે. આ આદિવાસી મહિલાઓએ પત્રકારોને એમ પણ પૂછ્યું કે શું તેમણે તેમના સૂત્રોચ્ચારની નોંધ લીધી છે કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news