નવી દિલ્હી: કોરોના સંકટ (Corona Crisis) માં પણ કેન્દ્ર સરકાર દેશના તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આપદાને અવસર, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયા દ્વારા દેશને સતત અગાઉ જેવી ગતિ આપવાની કોશિશ થઈ રહી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ઉત્તર પ્રદેશના ઝાંસી સ્થિત કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી(Central Agricultural University)ની કોલેજ અને પ્રશાસનિક ભવનનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ કોલેજ બિલ્ડિંગનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓને કોરોનાથી બચાવવા માટે શાળામાં કેવી હોવી જોઈએ વ્યવસ્થા? આ સ્કૂલે કરી બતાવ્યુ


આ અવસરે તેમણે કહ્યું કે, 'રાણી લક્ષ્મીબાઈએ એક સમયે બુંદેલખંડની ધરતી પર  ગર્જના કરી હતી કે હું મારી ઝાંસી નહીં આપું. આજે બુંદેલખંડની ધરતીથી આ ગર્જનાની જરૂર છે કે મારી ઝાંસી આત્મનિર્ભર ભારત બનાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવશે. અમે પૂરી તાકાત લગાવી દઈશું.' 


પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આજે બીજથી લઈને બજાર સુધી  ખેતીની ટેક્નોલોજીને જોડવાનું, આધુનિક રિસર્ચના ફાયદાને જોડવાનું સતત કામ થઈ રહ્યું છે. તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે.' 


પીએમ મોદી સી પ્લેનને બતાવશે લીલીઝંડી, આ તારીખે આવશે ગુજરાત


પીએમએ કહ્યું કે, 'જ્યારે આપણે કૃષિમાં આત્મનિર્ભરતાની વાત  કરીએ છીએ ત્યારે તે ફક્ત ખાદ્યઅન્ન સુધી જ સિમિત નથી. તે ગામની સમગ્ર અર્થવ્યવસ્થાના આત્મનિર્ભરની વાત છે. આ દેશમાં ખેતીથી પેદા થનારા ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન કરીને દેશ અને દુનિયાના બજારોમાં પહોંચવાનું મિશન છે.' 


પીએમ મોદીએ કહ્યું કે ત્રણ વધુ રાષ્ટ્રીય સંસ્થાનો IARI-ઝારખંડ, IARI-આસામ અને મોતીહારીમાં Mahatma Gandhi Institute for Integrated Farming ની સ્થાપના થઈ રહી છે. તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નવી તકો આપવાની સાથે સ્થાનિક ખેડૂતો સુધી ટેક્નોલોજીનું જ્ઞાન પહોંચાડવાનું અને તેમની ક્ષમતા વધારવાનું કામ પણ કરશે. આજે બીજથી લઈને બજાર સુધી ખેતીને ટેક્નોલોજી સાથે જોડવાનું, આધુનિક રિસર્ચના ફાયદા જોડવાનું સતત કામ થઈ રહ્યું છે. તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાનો અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે. 


Corona Updates: કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, પણ આ મામલે મળી મોટી રાહત


અત્રે જણાવવાનું કે રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું આ ઉદ્ધાટન લાંબા સમયથી ટળી રહ્યું હતું. અનેકવાર તારીખ જાહેર થતા થતા રહી ગઈ. પીએમ મોદીએ પોતે જાણકારી આપી હતી કે તેઓ આજે સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની કોલેજ બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે. 


કૃષિ ક્ષેત્રમાં શોધનો દાવો
યુનિવર્સિટી દ્વારા શિક્ષણમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે અને કૃષિની સાથે સાથે ખેડૂત કલ્યાણમાં અત્યાધુનિક શોધમાં સહયોગ મળશે. યુનિવર્સિટીએ 2014-15માં પોતાનું પહેલું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું અને કૃષિ, બાગકામ, અને વનીકરણમાં બેચલર અને તેની આગળના અભ્યાસ માટે પાઠ્યક્રમ ચલાવી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube