અનોખી પહેલ: જેને લોકો ભૂલી રહ્યા છે તેવું `આ` ખાસ કામ કરવાનો PM મોદીએ સાંસદોને આપ્યો નિર્દેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવ અંગે ભાજપના તમામ સાંસદોને એક ખાસ પ્રકારનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવ અંગે ભાજપના તમામ સાંસદોને એક ખાસ પ્રકારનો નિર્દેશ આપ્યો છે. આજે નવી દિલ્હીના આંબેડકર આંતરારાષ્ટ્રીય કેન્દ્રમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ. બેઠકને સંબોધન કરતા પીએમ મોદીએ તમામ સાંસદોને પાર્ટીના સ્થાપના દિવસ, 6 એપ્રિલથી લઈને આંબેડકર જયંતી 14 એપ્રિલ સુધી ચાલનારા કાર્યક્રમની રૂપરેખા પણ આપી.
બેઠકમાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમયમર્યાદાને 6 મહિના માટે આગળ વધારવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરકાર નીચલા સ્તર સુધી ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે અને તેની જાણકારી તમામ લોકો સુધી પહોંચાડવી જોઈએ. ભાજપ તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓના યોગદાનનું સન્માન કરે છે. આથી સરકાર તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓના યોગદાનને લઈને એક મ્યૂઝિયમ પણ બનાવી રહી છે.
Uttar Pradesh: દિવ્યાંગ યુવકની જાહેરમાં નિર્દયતાથી પીટાઈ કરી, Video જોઈ લોહી ઉકળી જશે
સાંસદોને આપ્યો ખાસ નિર્દેશ
બેઠકમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને ખાસ નિર્દેશ આપ્યો. તેમણે તમામ પાર્ટી સાંસદોને પોત પોતાના સંસદીય વિસ્તારમાં 75 તળાવનું નિર્માણ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. બેઠકમાં કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમયમર્યાદાને 6 મહિના માટે આગળ વધારવાના નિર્ણયને લઈને ભાજપ સંસદીય દળની બેઠકમાં તમામ સાંસદોએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન વિશે વાત કરતા અર્જૂન રામ મેઘવાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બંનેએ પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલથી લઈને 14 એપ્રિલ, આંબેડકર જયંતી સુધી સામાજિક ન્યાયને લઈને અનેક પ્રકારના કાર્યક્રમો કરવાનો નિર્દેશ સાંસદોને આપ્યો છે. તેમણે જણાવ્યું કે 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે. 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફૂલેની જયંતી છે અને 14 એપ્રિલે આંબેડકર જયંતી છે. આ બધા વચ્ચે રામનવમી અને નવવર્ષ પણ છે. આ દરમિયાન સામાજિક ન્યાયને લઈને તમામ સાંસદોને અલગ અલગ સ્તરો પર બેઠકો યોજવાની, સરકારના કામકાજ અને ઉપલબ્ધિઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવાની અને પોત પોતાના સંસદીય ક્ષેત્રમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું પણ કહેવાયું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube