Uttar Pradesh: દિવ્યાંગ યુવકની જાહેરમાં નિર્દયતાથી પીટાઈ કરી, Video જોઈ લોહી ઉકળી જશે

આપણે દિવ્યાંગ લોકો પ્રત્યે દયા અને પ્રેમ ભાવ દર્શાવવો જોઈએ પણ લાગે છે કે આજના જમાનામાં કેટલાક લોકો આ વાત ભૂલી ગયા છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક દિવ્યાંગ યુવકની નિર્દયતાથી પીટાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Uttar Pradesh: દિવ્યાંગ યુવકની જાહેરમાં નિર્દયતાથી પીટાઈ કરી, Video જોઈ લોહી ઉકળી જશે

આપણે દિવ્યાંગ લોકો પ્રત્યે દયા અને પ્રેમ ભાવ દર્શાવવો જોઈએ પણ લાગે છે કે આજના જમાનામાં કેટલાક લોકો આ વાત ભૂલી ગયા છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક દિવ્યાંગ યુવકની નિર્દયતાથી પીટાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મામલો ઝેવર વિસ્તારનો છે જ્યાં એક પુરુષ અને મહિલા આ દિવ્યાંગ યુવકની પીટાઈ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે હાલ પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. 

પોલીસના જણાવ્યાં મુજબ આ મામલો 27 માર્ચનો હોવાનો કહેવાય છે. પીટાઈ કરનારા લોકો જુગેન્દ્ર અને તેની પત્ની છે જેમણે પોતાના જ સંબંધી એવા આ દિવ્યાંગ વ્યક્તિને લાકડી અને ડંડાથી અધમૂઆ કરી નાખ્યા. વાત જાણે એમ હતી કે આરોપી યુવક જુગેન્દ્રએ પોતાની સ્કૂલ દિવ્યાંગ ગજેન્દ્રને ચલાવવા માટે આપી હતી. પરંતુ બે વર્ષ સુધી લોકડાઉનના કારણે સ્કૂટર પડ્યું રહ્યું જેને જોતા જુગેન્દ્રએ સ્કૂલને ભાડે ચડાવી દીધી. આ વાતને લઈને જુગેન્દ્ર અને ગજેન્દ્ર વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એ હદે વધી ગયો કે આરોપી જુગેન્દ્રએ ગુસ્સામાં આવી પત્ની સાથે ગજેન્દ્રની પીટાઈ કરી નાખી. તેનું સ્કૂટર પણ તોડી નાખ્યું. 

ये तस्वीरें इंसानियत को शर्मसार करने वाली है.. pic.twitter.com/jcP5NH1xHk

— Srinivas BV (@srinivasiyc) March 29, 2022

આ સમગ્ર મામલે એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું કે પીડિતે તેની ફરિયાદ પોલીસમાં કરી. ત્યારબાદ બંને આરોપી પતિ અને પત્નીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયા છે. દિવ્યાંગની પીટાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેને યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પણ ટ્વિટર પર શેર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news