PM મોદીએ બેંકોને કહ્યું,રેપો રેટ ઘટ્યો તેનો ફાયદો લોકોને મળે: જાવડેકર
જાવડેકરે કહ્યું રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં કરવામાં આવતો ઘટાડો એક મહત્વપુર્ણ પગલું છે, તેનો ફાયદો સામાન્ય નાગરિક સુધી પહોંચે
લખનઉ : કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) લખનઉમાં શનિવારે કહ્યું કે, આરબીઆઇએ પોતાનો રેપોરેટ ઘટાડી દીધો છે, જેનો તમામ બેંક ગ્રાહકોને સીધો ફાયદો મળશે. ભાજપના ઉત્તરપ્રદેશ મુખ્યમથકમાં મીડિયા સાથે વાતચીતમાં જાવડેકરે કહ્યું કે, રિઝર્વ બેંકના રેપોરેટ ઘટાડવાનું એક મહત્વપુર્ણ પગલું છે. વડાપ્રધાન મોદીએ બેંકોને નિર્દેશ આપ્યો છે કે, તેનો સીધો ફાયદો જનતાને મળવો જોઇએ.
યુદ્ધમાં શહીદ સૈનિકોનાં પરિવારને મળતી મદદની રકમ વધી, 2ના બદલે મળશે 8 લાખ
મોદી સરકાર ખુબ જ સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યા છે. આજે રોકાણ સૌથી પ્રમુખ છે, 2014 સુધીમાં ભારતમાં કોઇ આવવા તૈયાર નહોતું. ટેક્સ વધારે હોવાનાં કારણે કોઇ જ આવતું નહોતું પરંતુ મોદી સરકારે તે ઘટાડ્યા. મોદી સરકારે ગત્ત ચાર મહિનામાં વ્યાપાર અને રોજગાર વધારવા અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે 110 નિર્ણય લીધા છે. જાવડેકરે કહ્યું કે, દેશમાં નાના બેંકનું મોટા બેંકમાં વિલય થવાનેવધારે મજબુત કરશે. તેનાથી બેંકની ક્રેડિટ મોનિટરિંગ પણ સારુ થાય છે. અમારે અહીં દેશમાં 27 બેંકો હતી. મર્જર બાદ તેની સંખ્યા હવે 12 છે. તેનું દેશમાં સ્વાગત થયું.
આ ફિમેલ પ્રેશર પોઇન્ટ ટચ કરતાની સાથે જ મળશે Best Orgasm
મિઝોરમની રાજધાની આઇજોલમાં 2021 સુધીમાં બ્રોડગેજ રેલવે લાઇન નંખાશે: શાહ
તેમણે કહ્યું કે, કોંગ્રેસે અમને વારસામાં શું આપવામાં આવ્યું હતું, તે તો તમામ લોકોને ખબર છે. ઉદ્યોગપતિઓને ખુબ જ દેવું આપવામાં આવે છે ત્યાર બાદ તેઓ દેશ છોડીને જતા રહે છે. અમારી સરકારે તેમને વિદેશમાંથી પકડ્યા અને ત્યાં પણ તેની ધરપકડ કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર દરેક સ્તર પર કનેક્ટિવિટીને સારી બનાવવાના પ્રયાસો કરી રહી છે. માર્ગની સાથે રેલ, વાયુ અને જળમાં થતો વ્યવહાર પર ફોકસ છે. દેશમાં તેજસ તથા વંદે ભારત એક્સપ્રેસ ઝડપથી ટ્રેન જતી રહી છે. તેજસનું સંચાલન એક મોટી શરૂઆત છે.