મિશન શક્તિઃ PM મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું, તમે દુનિયાને જણાવી દીધું કે આપણે કોઈનાથી ઓછા નથી
વડાપ્રધાન મોદીએ `મિશન શક્તિ`ના અભિનંદન પાઠવતા વૈજ્ઞાનિકોને જણાવ્યું કે, `આ સફળતા મેળવવા બદલ તમને સૌને ખૂબ-ખૂબ અભિનંદન`
નવી દિલ્હીઃ પીએમ મોદીએ 'મિશન શક્તિ' સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ 'મિશન શક્તિ'ની સફળતા અંગે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, "આ સફળતા મેળવવા બદલ તમને સૌને ખૂબ-ખૂબ અભિનંદન. તમારી મહેનત રંગ લાવી છે. તમે આખી દુનિયાને સંદેશો આપી દીધો છે કે, આપણે કોઈનાથી ઓછા નથી."
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જે કોઈનું ખરાબ વિચારતો નથી, તે જો શક્તિવિહોણો થઈ જાય તો ખરાબ વિચારનારા લોકોની તાકાત વધી જાય છે. આથી, જે કોઈનું ખરાબ વિચારતો તેનું સૌથી શક્તિશાળી હોવું જરૂરી છે.
અંતરિક્ષ ક્ષેત્રે ભારત બન્યું વિશ્વની ચોથી મહાસત્તાઃ 10 મુદ્દામાં જાણો 'મિશન શક્તિ'
પીએમ મોદીએ જણાવ્યું કે, "દરેક ક્ષેત્રમાં આપણે 'મેડ ઈન ઈન્ડિયા' અને 'મેક ઈન ઈન્ડિયા'નું જે સ્વપ્ન જોઈ રહ્યા છીએ તે દરેક ક્ષેત્રમાં સાકાર થતું દેખાઈ રહ્યું છે. જે આપણા સૌ માટે ગર્વની વાત છે. તમે દુનિયાને સંદેશો આપ્યો છે કે, આપણે પણ કોઈનાથી કમતર નથી."
શા માટે LEOમાં જ જાસુસી સેટેલાઈટ છોડવામાં આવે છે? મિશન શક્તિનો અર્થ શું છે?
ઉલ્લેખનીય છે કે, આજે ભારતે અંતરિક્ષમાં એક એન્ટી મિસાઈલનો ઉપયોગ કરીને લાઈવ સેટેલાઈટને માત્ર 3 મિનિટમાં તોડી પાડ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં લાઈવ સેટેલાઈટને તોડી પાડનારો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બની ગયો છે. આ સાથે જ આપણે અંતરિક્ષ ક્ષેત્રે વિશ્વની ચોથી મહાસત્તા બની ગયા છીએ. આ પરીક્ષણ કોઈ દેશના વિરુદ્ધ નથી, પરંતુ દેશની સુરક્ષા માટેનું એક પગલું છે.