Petrol-Diesel ની વધતી જતી કિંમતો વચ્ચે પીએમ મોદીએ ઓઇલ કંપનીના CEOs સાથે કરી બેઠક
પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોંફેન્સ દ્રારા વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને વિશેષજ્ઞોની સાથે વાતચીત કરી.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોંફેન્સ દ્રારા વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને વિશેષજ્ઞોની સાથે વાતચીત કરી. તેમાં રિલાયન્સ ઇંડ્રસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી, રોસનેફ્ટ (રશિયા) ના અધ્યક્ષ અને સીઇઓ ડો. ઇગોર સેચિન અને સાઉદી અરામકોના અધ્યક્ષ અને સીઇઓ અમીન નાસર સહિત અન્યએ ભાગ લીધો.
આ પહેલાં PMO એ એક નિવેદનમાં કહ્યું હતું કે આ છઠ્ઠી એવી વાર્ષિક વાતચીત છે, જે 2016 માં શરૂ થઇ હતી. તેમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતા સામેલ હોય છે, જે આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ અને ભારત સાથે સહયોગ અને રોકાણના સંભવિત ક્ષેત્રોને શોધવા માટે વિચાર-વિમર્શ કરે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
બે દિવસની સ્થિરતા બાદ બુધવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો જેની સાથે જ દેશભરમાં ઇંધણના ભાવ એક નવી ઉંચાઇ પર પહોંચી ગયા. સરકારે છૂટક ઇંધણ વિક્રેતાઓની મૂલ્ય અધિસૂચના અનુસાર દિલ્હીમાં પેટ્રોલના ભાવ 106.19 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 112.11 રૂપિયા પ્રતિ લીટરના રિકોર્ડ સ્તર પર પહોંચી ગઇ.
તો બીજી તરફ મુંબઇમાં ડીઝલ હવે 102.89 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યા છે, જ્યારે દિલ્હીમાં તેની કિંમત 94.92 રૂપિયા પ્રતિ લીટર છે. આ પહેલાં ગત બે દિવસ કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જ્યારે તે પહેલાં સતત ચાર દિવસ ભાવમાં 35 પૈસા પ્રતિ લીટર દરરોજ વધારો કરવામાં આવ્યો હતો.
Afghanistan: તાલિબાને મહિલા વોલીબોલ પ્લેયરનું માથું વાઢી નાખ્યું, પરિવારે આપી આ ધમકી
આ વધારા સાથે પેટ્રોલ હવે તમામ રાજ્યોની રાજધાનીઓમાં 100 રૂપિયા પ્રતિ લીટર અથવા તેનાથી વધુ થઇ ગયો છે, જ્યારે ડીઝલ એક ડઝનથી વધુ રાજ્યોમાં 100 ના સ્તરને અડકી ગયો છે. પણજી અને રાંચીમાં પણ ડીઝલે 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી લીધો.
આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ સાત વર્ષમાં પહેલીવાર બુધવારે 84.43 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યા છે. એક મહિના પહેલાં બ્રેંટની કિંમત 73.92 ડોલર પ્રતિ બેરલ હતી. ભારત પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતોના બરાબર દર પર રાખે છે. આંતરરાષ્ટ્રીય ઓઇલની કિંમતોમાં વધારાના લીધે પેટ્રોલ માટે 28 સપ્ટેમ્બર અને ડીઝલ માટે 24 સપ્ટેમ્બરના રોજ દર સંશોધનમાં ત્રણ અઠવાડિયાનો ગાળો પુરો થઇ ગયો હતો. ત્યારથી ડીઝલના ભાવમાં 6.50 રૂપિયા અને પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube