ચીનને લાગશે ડબલ ઝટકો, પીએમ મોદીએ એપ બનાવવા માટે યુવાઓને આપી ચેલેન્જ
ભારત સરકારે પહેલા ચીનની 59 એપને બેન કરી દીધી અને હવે આ મામલામાં પણ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવા જઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને યુવાઓને ચેલેન્જ આપી છે કે જો તેની પાસે કોઈ આઇડિયા છે તો તે સામે આવે અને પોતાના દેશમાં એપ બનાવે.
નવી દિલ્હીઃ ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકારે ન માત્ર 59 ચીની એપને પ્રતિબંધ કરી દીધી છે પરંતુ હવે આ મામલામાં ભારતને આત્મનિર્ભર બનાવવાની યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યુ કે, તે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવા જઈ રહ્યાં છે. મોદીએ લખ્યુ, 'આજે મેડ ઇન ઇન્ડિયા એપ બનાવવા માટે તકનીકી અને સ્ટાર્ટઅપ સમુદાય વચ્ચે અપાર ઉત્સાહ છે. તેથી @GoI_MeitY અને @AIMtoInnovate મળીને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યાં છે.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube