PM મોદી LIVE: ગુજરાતે મને ઘડ્યો છે, આ ચૂંટણી સભા નહીં મારા માટે આભાર સભા છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીમાં જનસભાને સંબોધતાં લાગણીસભર આભારદર્શન કર્યું હતું. દેશ દુનિયામાં જે કંઇક પણ કરી શક્યો છું એ માત્ર ને માત્ર આપ સૌના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. જનતા પ્રતિ આભાર વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સભા મારા માટે ચૂંટણી સભા નથી. માથુ ઝુકાવીને નમન કરવાની આભાર સભા છે. આપના આશીર્વાદ માંગવા આવ્યો છું.
અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીમાં જનસભાને સંબોધતાં લાગણીસભર આભારદર્શન કર્યું હતું. દેશ દુનિયામાં જે કંઇક પણ કરી શક્યો છું એ માત્ર ને માત્ર આપ સૌના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. જનતા પ્રતિ આભાર વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સભા મારા માટે ચૂંટણી સભા નથી. માથુ ઝુકાવીને નમન કરવાની આભાર સભા છે. આપના આશીર્વાદ માંગવા આવ્યો છું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીના ગઢ સમા અમરેલીમાં સભા સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાતને ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. અમરેલી સાથે હ્રદયનો નાતો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે એવી કોઇ ઘટના નથી કે અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો ન કહેવાય, તમારો મારા પર હક બને છે. લાંબો સમય રહો તો કાઢવાનું નક્કી થાય પરંતુ મારા માટે સુખદ અનુભવ હતો કે ભારે હૈયે તમે મને વિદાય આપી હતી, એ ક્ષણ મને યાદ છે. આપનો પ્રેમ એ મારી તાકાત છે.
તમારા સૌના દિલમાં એ ભાવ રહ્યો કે નરેન્દ્રભાઇ ક્યાંક આપણાથી દૂર તો નહીં થઇ જાય ને? નીકળતી વખતે તમારી આંખમાં એ ભાવ મે જોયો હતો. દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય, ભલે વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય પણ હરીફરીને એમ થાય કે હુ એટલા માટે કરી શક્યો કે ગુજરાતે આ મને શીખવાડ્યું હતું, ગુજરાતે મને ઘડ્યો છે. ગુજરાતે મારૂ લાલનપાલન કર્યું છે, એ વખતે હું કહેતો કે 5 કરોડ ગુજરાતીઓ, એમણે મારા કામને નીકટથી જોયું અને હિન્દુસ્તાનને વિચારવા માટે મજબૂર કર્યું કે જેણે ગુજરાતને સંભાળ્યું છે એ દેશની પણ જાહોજહાલી કરી બતાવશે. તમારા પ્રેમ અને વિશ્વાસ ડગલેને પગલે મને કામ આવ્યો છે. મેં જે કઇ પણ કર્યું છે એમાં આપ સૌના આશીર્વાદ છે.
દુનિયાની મોટી તાકાતો સામે સામી છાતીએ ભીડાયો છું. ડોકલામ થયું ત્યારે ચીન અને ભારતની સેના આમને સામને ઉભી હતી. મને ફોન આવતા કે સાહેબ સાચવજો, ગુજરાતનો ફોન આવતો કે ખેલ ખેલાડીના ને ઘોડા અસવારના.દેશ એક પરિવારશાહી જોઇ છે. જેનાથી ભારતનો સામાન્ય માનવી કે કોઇ બચ્ચો શાસન કરી શકે એ જોયું જ ન હતું. આપણે આખી વ્યાખ્યા જ બદલી નાંખી.
અમરેલી: વડાપ્રધાન મોદીએ શું કહ્યું, જાણો સમગ્ર અહેવાલ
કોંગ્રેસ પર આડકતરી રીતે ઇશારો કરતાં મોદીએ કહ્યું કે, એ લોકોને એમ હતું કે આ ગુજ્જુ, ચાયવાલા શું કરશે? પરંતુ વિશ્વને મે બતાવ્યું છે કે ગુજરાતની ધરતીએ ગાંધી અને સરદારની ધરતી છે. આ સફળતા મળી છે તો એનું કારણ દેશવાસીઓનો મારા તરફનો અતૂટ વિશ્વાસ, અપૂર્વ સમર્થન, મેં પણ હિંમત કરી છે તો એનું કારણ એ છે કે દેશ મારી પડખે ઉભો છે. આજે હું જે કંઇ છું એ આપના થકી છું...જે કાંઇ નિર્ણયો કર્યા છે આપના આશીર્વાદથી કર્યા છે. મારે મન આ ચૂંટણી સભા નથી મારે મન આભાર સભા છે ધન્યવાદ સભા છે. માથું ઝુકાવીને નમન કરવાની સભા છે.
જુઓ LIVE TV