નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે NCC અને NSS કેડેટ્સને સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વાત કરીએ છીએ, તો આપણે યાદ રાખવું જોઇએ કે ભારત હકિકતમાં શું છે. તેમણે કહ્યું કે ભારતનો કોઇપણ વ્યક્તિ, કોઇપણ ક્ષેત્રે પાછળ રહેવો ન જોઇએ. આપણે જે ન્યૂ ઇન્ડીયા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યાં આ જ આકાંક્ષાઓ, આ જ સપના આપણે પુરા કરવાના છે. આપણે બધાને રાષ્ટ્રના સામૂહિક સંકલ્પોની સાથે પોતાને જોડવા જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું 'હું ગણતંત્ર દિવસ માટે અને ગણતંત્ર દિવસ પરેડ માટે તમને બધાને શુભેચ્છાઓ આપુ છું. તમે એક પ્રકારે મિની ઇન્ડીયા, ન્યૂ ઇન્ડીયાને શો-કેસ કરનાર લોકો છે. ભારત હકિકતમાં છે, આ અમારો દેશ અને આખી દુનિયા તમારા માધ્યથી જોશે, જાણશે અને સમજવાનો પ્રયત્ન કરશે. 


પીએમ મોદીએ આગળ કહ્યું ''NCC અને NSSના માધ્યથી અનુશાસન અને સેવાની એક સમૃદ્ધ પરંપરા જ્યારે રાજપથ પર જોવા મળે છે, તો દેશના કરોડો યુવા પ્રેરિત અને પ્રોત્સાહિત થાય છે. દેશની સમૃદ્ધ કલા-સંસ્કૃતિ, દેશની ધરોહરને પ્રદર્શિત કરનાર ઝાંખીઓને લઇને જ્યારે તમે રજાપથ પર નિકળો છો, તો આખી દુનિયા મંત્રમુગ્ધ થઇને તેને જુએ છે. આદિવાસી ભાઇ-બહેનો તો પોતાના પ્રદર્શનથી અદભૂત વિરાસતને દેશ સામે લાવે છે. 

પીએમ મોદીએ કહ્યું 'ભારત શું ફક્ત સરહદોની 130 કરોડ લોકોના ઘર માત્ર જ છે? તમારું મન કહેશે જી નહી, ભારત એક રાષ્ટ્ર સાથે-સાથે એક જીવંત પરંપરા છે, એક વિચાર છે, એક સંસ્કાર છે. ભારતની શ્રેષ્ઠતાની વધુ એક શક્તિ તેની ભૌગોલિક અને સામાજિક વિવિધતામાંજ છે. આપણો આ દેશ એક પ્રકારના ફૂલોની માળા છે. જ્યાં રંગબેરંગી ફૂલ ભારતીયતાના દોરા વડે પરોવેલી છે. રાજપથ પર તમારે પ્રદર્શનથી આખી દુનિયા ભારતની શક્તિ પણ દર્શન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube