International Yoga Day 2020: પીએમ બોલ્યા-કોરોના કાળમાં જરૂરી છે યોગા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2020) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) એ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યુ કે, જે આપણે જોડીએ, સાથે લાવીએ, તે જ યોગ છે. તેઓએ દેશવાસીઓને યોગ દિવસની શુભકામનાઓ આપતા કહ્યું કે, યોગ દિવસ એકજૂટતાનો દિવસ છે. જે એકબીજાને નજીક લાવે છે તે જ યોગ છે. યોગથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે.
ઝી મીડિયા/બ્યૂરો :આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2020) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) એ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યુ કે, જે આપણે જોડીએ, સાથે લાવીએ, તે જ યોગ છે. તેઓએ દેશવાસીઓને યોગ દિવસની શુભકામનાઓ આપતા કહ્યું કે, યોગ દિવસ એકજૂટતાનો દિવસ છે. જે એકબીજાને નજીક લાવે છે તે જ યોગ છે. યોગથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે ભાવાત્મક યોગ દિવસ છે. દરેક દિવસ પ્રાણાયમ કરો. દુનિયાભરમાં યોગનો ઉત્સાહ વધી રહ્યો છે. યોગનો અર્થ સમર્પણ, સફળતા છે. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવાનું નામ યોગ છે. યોગ કોઈનાથી ભેદભાવ નથી કરતો. યોગ કોઈ પણ કરી શકે છે. યોગથી શાંતિ અને સહનશીલતા મળે છે. કર્મની કુશળતા જ યોગ છે. કોરોનાથી બચવા માટે યોગ જરૂરી છે.
પીએમ મોદીએ પોતાના સંબોનમાં કહ્યું કે, યોગ દુનિયામાં શાંતિ અને ખુશહાલી લાવે છે. યોગથી આપણી શક્તિ અનેકગણી વધી જાય છે. વિપરીત પરિસ્થિતિમાં સક્રિય રહેવા માટે યોગ જરૂરી છે. પોતાની જવાબદારીઓને પૂરી કરવી પણ એક યોગ છે. પોતાના અને પોતાના લોકોના સ્વાસ્થય માટે પ્રયાસ કરો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર