Pune: અરુણ શૌરીના હાલચાલ જાણવા પહોંચ્યાં PM મોદી, સારા સ્વાસ્થ્યની કામના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શહેરની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરીના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. પીએમ મોદીએ શૌરીના સ્વસ્થ અને લાંબી ઉંમરની કામના કરી.
પુણે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે શહેરની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરી (Arun Shourie) ના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. પીએમ મોદીએ શૌરીના સ્વસ્થ અને લાંબી ઉંમરની કામના કરી. શૌરી ગત અઠવાડિયે પોતાના લવાસા બંગલામાં ટહેલતી વખતે લપસી પડ્યા હતાં. તેમને માથામાં ઈજા થઈ હતી. આથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. જો કે હવે તેમનું સ્વાસ્થ્ય સારું છે. શૌરી મોદી સરકારની સતત આલોચના કરતા રહે છે. રાફેલ મામલે પણ શૌરીએ મોદી સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી દાખલ કરી હતી. શૌરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં અસહિષ્ણુતાનો માહોલ પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube