પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સુરક્ષાનું ક્ષેત્ર આવકનો સ્રોત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રે પર પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર કાં તો એક નિષ્પક્ષ પ્રદેશ છે અથવા આવકનો સ્રોત છે.
ચેન્નાઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રે પર પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર કાં તો એક નિષ્પક્ષ પ્રદેશ છે અથવા આવકનો સ્રોત છે. પીએમ મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વાર તામિલનાડુમાં ભાજપ કાર્યકર્તાઓની સાથે સંવાદ કરતા કહ્યું કે, તેઓ બધા (કોંગ્રેસ) આ પૈસા બનાવવાનો રસ્તો માને છે ભલેને પછી તેનાથી આપણા દળોના મનોબળ પર અસર કેમ ન થતી હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમને આપણા દળો પર ગર્વ છે અને તેમના પર વિશ્વાસ છે.
વધુમાં વાંચો: રાફેલ ડીલ મામલે કેન્દ્ર સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, ચુકાદાના પગલામાં ફેરફારની માંગ
રાજસ્થાનમાં હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ સેના દ્વારા સપ્ટેમ્બર 2016માં બોર્ડર પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર સંદેહ વ્યક્ત કરવાને લઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નિંદા કરી હતી. પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે સૈન્ય અભિયાનથી વિપક્ષને ખુશીની જગ્યાએ દુ:ખ થયું છે.
વધુમાં વાંચો: AgustaWestland કૌભાંડ: મિશેલની વકીલને ધરપકડનો ભય, કહ્યું- હું જાણું છું તેના ઘણા રહસ્યો
કોંગ્રેસ પર તેમનો પ્રહાર એવા સમયે આવ્યો છે જ્યારે રાહુલ ગાંધીએ મોદી પર સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય લાભ માટે ઉપયોગ કરવા તથા યુવાઓને નોકરી આપવામાં નિષ્ફળતાના આરોપ લગાવ્યો છે.
વધુમાં વાંચો: જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં ખેડૂતો પીડિત છે: પીએમ મોદી
પીએમે આસામના મતદાતાઓનો માન્યો આભાર
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોમાં લોકોને ભાજપ અને તેમના સહયોગી દળોને પસંદ કર્યા છે. તેમણે હાલમાં પંચાયત ચૂંટણીમાં ભગવા પાર્ટીનું સમર્થન કરવા માટે આસામના લોકોનો આભાર માન્યો છે.
વધુમાં વાંચો: ખોટા આરોપ મૂકવા બદલ ઝી ન્યૂઝે નવજોત સિંહ સિદ્ધુને ફટકારી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ
પીએમ માદીએ ટ્વિટર પર કહ્યું કે, ગત કેટલાક વર્ષોમાં ભાજપ અને એનડીએ પરિવારને પૂર્વોત્તરમાં પસંદ કરવામાં આવ્યા છે. અમે તેને અમારુ સૌભાગ્ય માનીએ છે કે પૂર્વોત્તરની આકાંક્ષાઓને પૂરા કરવા અને ક્ષેત્રને પ્રગતીની નવી ઉંચાઇઓ પર લઇ જવાનો અમને સમ્માન મળ્યું છે.
વધુમાં વાંચો: છત્તીસગઢ: સીએમના નામને લઇ કોંગ્રેસ દુવિધામાં, આવતી કાલે જાહેર કરશે નામ
પીએમ મોદીએ કહ્યું કે, હું સમગ્ર રાજ્યમાં ઉત્તમ કામ માટે આસામ ભાજપની સમગ્ર ટીમની પ્રશંસા કરું છું. જેમની મદદ થકી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મને વિશ્વાસ છે કે કાર્યકર્તા જન કલ્યાણના મુદ્દા ઉઠાવતા રહેશે અને આસામના વિકાસ માટે કામ કરશે.
(ઇનપુટ-ભાષા)