એકદમ નવા લૂકમાં જોવા મળ્યા પીએમ મોદી, કોઈ હોલિવુડ ફિલ્મના હીરો જેવા લાગે છે
PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે....બાંદીપુરમાં ટાઈગર સફારીની મુલાકાત લે તે પહેલા PMનો નવો લુક આવ્યો સામે...બ્લેક હેટ, પ્રિન્ટેડ ટિશર્ટમાં જોવા મળ્યા PM મોદી...વાઘની ગણતરીનો ડેટા આજે કરશે જાહેર....
PM Modi Safari Look: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. PM મોદી આજે વાઘની ગણતરીના ડેટા જાહેર કરશે. તેમજ બાંદીપુરમાં ટાઈગર સફારીની મુલાકાત કરવાની છે. ત્યારે PM મોદી આજે તદ્દન અનોખા લૂકમાં જોવા મળ્યા. પીએમ મોદી આજે બ્લેક હેટ, પ્રિન્ટેડ ટિશર્ટમાં જોવા મળ્યા હતા. સાથે તેમણે કાળા રંગના શૂઝ પહેર્યા છે. ત્યારે આ અંદાજમાં પીએમ મોદી સફારીની મજા માણશે.
PM નરેન્દ્ર મોદી આ વર્ષે કર્ણાટકની આઠમી વાર મુલાકાત લઈ રહ્યાં છે. તેઓ શનિવારે મૈસૂર પહોંચ્યા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા મોદી આજે બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેવાના છે. PM મોદી 'પ્રોજેક્ટ ટાઇગર'ના 50 વર્ષ પૂરા થવાના અવસરે વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કરશે. પ્રવાસ કાર્યક્રમ વિગત મુજબ મોદી મૈસુરમાં રાત્રિ રોકાણ કર્યું છે. તેમજ આજે બાંદીપુર ટાઇગર રિઝર્વની મુલાકાત લેવાના છે જે માટે તેઓ પહોંચી રહ્યાં છે. તેમજ સવારે 11 વાગ્યે વાઘની સંખ્યાના આંકડા જાહેર કરશે.
તે પહેલા તેમના લૂકે સૌનુ ધ્યાન ખેંચ્યું છે. તેમની એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ એક હાથમાં પોતાની એડવેન્ચર ગોલેટ સ્લીવલેસ જેકેટ માટે બ્લેક હેટ, ખાકી પેન્ટ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને કાળા રંગના શૂઝમાં નજર આવ્યા. ટાઈગર રિઝર્વમાં રવાના થતા પહેલા તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મૈસૂર પહોંચ્યા છે.. હેટ, ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં પીએમ મોદીનો લુક બદલાઈ ગયો છે.. તેઓ ખુલ્લી જીપમાં બાંદીપુર ટાઈગર રિઝર્વની આસપાસ પણ ગયા હતા.. પીએમ તમિલનાડુની સરહદે આવેલા મુદુમલાઈ નેશનલ પાર્કની મુલાકાત લેશે અને થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પની પણ મુલાકાત લેશે.. આ એલિફન્ટ પાર્કનું મુખ્ય આકર્ષણ હાથી રઘુ છે.. ઓસ્કાર વિજેતા ફિલ્મ "ધ એલિફન્ટ વ્હીસ્પર્સ" રઘુ અને તેના કીપર પર આધારિત છે.. તેને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.. મોદી બાંદીપુરમાં 'પ્રોજેક્ટ ટાઇગર'ના 50 વર્ષ પૂરા થવા પર એક મેગા ઇવેન્ટમાં તેઓ વાઘને લગતા લેટેસ્ટ આંકડાઓ જાહેર કરશે.. આ સાથે અમૃત કાળ અને ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ દરમિયાન વાઘને બચાવવા માટે સરકારના વિઝનને પણ લોન્ચ કરવામાં આવશે.. આ પ્રસંગે સ્મારક સાથે જોડાયેલો એક સિક્કો પણ બહાર પાડવામાં આવશે..