નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાનને ગત 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને યૂટીઆઈ ઈન્ફેક્શન, લીવર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને કિડની સંબંધી બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીની એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્થિતિમાં સુધાર થયો નથી. બુધવારે તેમનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું. વાજપેયીના હાલચાલ જાણવા માટે વડાપ્રધાન મોદી એમ્સ પહોંચ્યા છે. આ પહેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ એમ્સ જઈને પૂર્વ પીએમના સ્વાસ્થ્યની જાણકારી લીધી. એમ્સ પ્રશાસને કહ્યું કે, તેમની હાલત સ્થિર છે તેમને છેલ્લા 3 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 


પૂર્વ વડાપ્રધાનને ગત 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને યૂટીઆઈ ઈન્ફેક્શન, લીવર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને કિડની સંબંધી બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.