નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વખતે પણ બોર્ડર પર તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેર  બોર્ડર પર પહોંચી ગયા છે. પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમ એમ નરવણે, અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP એ નવા રાજ્ય પ્રભારીઓની યાદી જાહેર કરી, આ ધૂરંધર નેતા સંભાળશે ગુજરાતનો પ્રભાર


અત્રે જણાવવાનું કે જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની સરહદો મળે છે. અહીં બોર્ડર પર બીએસએફની તૈનાતી છે. સુપ્રસિદ્દ તનોટમાતાનું મંદિર પણ અહીં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેસલમેરની લોંગેવાલા બોર્ડર પર બીએસએફના જવાનો સાથે દિવાળી ઉજવવા માટે પહોંચ્યા છે. લોંગેવાલા મૂળ રીતે બીએસએફની એક પોસ્ટ છે. 


દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ


ગત વર્ષે 27 ઓક્ટોબર 2019ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ અગાઉ 2018માં તેમણે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સેના અને ITBPના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube