દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ

પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારના જમ્મૂ કાશ્મીરમાં ઉરી સેક્ટરથી લઇને ગુરેજ સેક્ટર વચ્ચે ઘણા સ્થળો પર નિયંત્રણ રેખા (LoC) પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું જેના કારણે ત્રણ સુરક્ષાકર્મીઓ સહિત 6 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર ફાયર કર્યા અને અન્ય હથિયારોથી ગોળીબાર કર્યો

Updated By: Nov 13, 2020, 06:16 PM IST
દિવાળી પર ભારતનો બદલો: PAKના 7 સૈનિકોને માર્યા ઠાર, બંકર અને લોન્ચ પેડ કર્યા નષ્ટ

શ્રીનગર: પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારના જમ્મૂ કાશ્મીરમાં ઉરી સેક્ટરથી લઇને ગુરેજ સેક્ટર વચ્ચે ઘણા સ્થળો પર નિયંત્રણ રેખા (LoC) પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું જેના કારણે ત્રણ સુરક્ષાકર્મીઓ સહિત 6 લોકોના મોત થયા છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર ફાયર કર્યા અને અન્ય હથિયારોથી ગોળીબાર કર્યો. ભારતે જડબાતોડ જવાબ આપતા જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 7 સૈનિકો માર્યા ગયા. આ સાથે જ પાકિસ્તાની આર્મીના બંકર અને લોન્ચ પેડ નષ્ટ કર્યા છે.

આ પણ વાંચો:- Ayodhya LIVE: અયોધ્યા દીપોત્સવમાં બોલ્યા CM યોગી- PM મોદીની નિષ્ઠાથી પૂર્ણ થયો 5 સદીનો સંકલ્પ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બારામુલ્લા જિલ્લાના ઉરી ક્ષેત્રમાં કમલકોટ સેક્ટરમાં બે નાગરિકોનું મોત થયું છે. ત્યારે હાજી પીર સેક્ટરના બાલકોટ ક્ષેત્રમાં એક મહિલાનું મોત થયું છે. અધિકારીઓએ કહ્યું કે, આ ઘટનાઓમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યુંકે, ઉરીમાં વિવિધ સ્થળો ઉપરાંત, બાંદીપુરા જિલ્લાના ગુરેજ સેક્ટર અને કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પણ સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની સૂચના મળી છે.

આ પણ વાંચો:- દિવાળી 2020: કાળી ચૌદશના દિવસે ભૂલેચૂકે ના કરતા આ 10 કામ, નહીં તો કંગાળ થઈ જશો

એક રક્ષા પ્રવક્તાએ આ પણ જણાવ્યું કે, સેનાના ઘુષણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યો છે. કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ઘુસણખોરી માટે મદદ કરવામાં આવી રહી હતી. શ્રીનગર સ્થિત સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, આજે કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકની આગળની ચોકી પર અમારા સૈનિકોએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોયેલી. સતર્ક સૈનિકોએ ઘુસણખોરીના શંકાસ્પદ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

તેમણે કહ્યું કે, ઘૂસણખોરીના પ્રયાસની સાથે પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વગર સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો હતો.

આ પણ વાંચો:- હાફિઝ સઈદને ઝટકો, જમાત-ઉદ-દાવાના પ્રવક્તાને 32 વર્ષની સજા  

નવી દિલ્હીમાં બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે, બારામુલામાં નિયંત્રણ રેખાની બાજુમાં દળની આર્ટિલરી બેટરીમાં તૈનાત કરાયેલા સબ-ઇન્સ્પેક્ટર (એસઆઈ) રાકેશ ડોવલ બપોરે 1.15 વાગ્યે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ થયા હતા અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ જ એડવાન્સ પોસ્ટ પર તૈનાત કરાયેલા કોન્સ્ટેબલ વસુ રાજા ગોળીબારમાં ઘાયલ થયા હતા. તેમના હાથ અને ગાલ પર ઈજાઓ છે. રાજાની સ્થિતિ સ્થિર છે. અધિકારીઓએ કહ્યું, 'સબ-ઇન્સ્પેક્ટરએ પોતાની ફરજ બજાવતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેને દુશ્મન તરફથી ભારે ફાયરિંગનો સામનો કરવો પડ્યો. ડોવલ ઉત્તરાખંડના ઋષિકેશનો રહેવાસી હતો અને તે 2004માં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયો હતો. ડોવલના પરિવારમાં તેના પિતા, પત્ની અને નવ વર્ષની એક પુત્રી છે. કર્નલ કાલિયાએ કહ્યું, તેઓએ મોર્ટાર અને અન્ય શસ્ત્રોથી ફાયર કર્યું હતું. યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:- બિહાર: સત્તા માટે ધમપછાડા, NDAમાં ગાબડું પાડવા આ બે નેતાને ખેંચવાની કોંગ્રેસની કોશિશ

એક અઠવાડિયાની અંદર આ ઘુસણખોરીનો બીજો પ્રયાસ હતો. અગાઉ, 7-8 નવેમ્બરની મધ્યરાત્રિએ માચિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે અભિયાનમાં સેનાના કેપ્ટન અને બીએસએફ જવાન સહિત ત્રણ જવાનો શહીદ થયા હતા. પ્રવક્તાએ કહ્યું, ભારતીય સૈન્ય પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસણખોરી કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube