નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન કોરોના કાળ, આત્મનિર્ભર ભારત સહિત હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે વાત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તો કૃષિ કાયદા પર પીએમ મોદીએ કહ્યુ કે, ખેડૂતો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જાણો પીએમ મોદીના સંબોધનની મોટી વાતો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં પીએમ મોદીએ કહ્યુ કે, આ ગૃહમાં 15 કલાકથી વધુ ચર્ચા થઈ છે. રાત્રે 12-12 કલાક સુધી ચર્ચા થઈ છે. હું બધાનો આભાર વ્યક્ત કરુ છું. મહિલા સાંસદોને વિશેષ રૂપથી ધન્યવાદ આપુ છું. 


પીએમ મોદીએ આગળ કહ્યુ કે, ભારત આઝાદીના 75મા વર્ષની નજીક છે. આઝાદીનું 75મું વર્ષ દરેક ભારતીય માટે ગર્વનો વિષય છે. સમાજ વ્યવસ્થામાં આપણે ગમે ત્યાં હોઈએ દેશના કોઈ ખુણામાં હોઈએ. આપણે બધાએ મળીને આઝાદીના આ પર્વથી એક નવી પ્રેરણા પ્રાપ્ત કરીને 2047મા જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂરા કરી રહ્યાં હશું ત્યારે આપણો દેશ ક્યાં હોય તે માટે સંકલ્પ લેવાનું કામ આ પરિસરનું છે. 


પીએમ મોદીએ આગળ કહ્યુ કે, અંગ્રેજ કહેતા હતા કે ભારત ઘણા દેશોનો એક દ્વીપ છે અને કોઈપણ તેને એક ન કરી શકે. પરંતુ આજે 75 વર્ષની યાત્રામાં આપણે વિશ્વ માટે એક આશાનું કિરણ લઈને ઉભા છીએ. 


તેમણે આગળ કહ્યું કે, કોરોના દરમિયાન ભારતે જે રીતે પોતાને સંભાળ્યું અને દુનિયાને સંભાળવામાં મદદ કરી તે એક પ્રકારે ટર્નિંગ પોઈન્ટ છે. જે ભાવનાઓને લઈને આપણે મોટા થયા છીએ તે છે સર્વેભન્તુ નિરામયા, કોરોના કાળમાં ભારતે આ કરીને દેખાડ્યું છે. 


પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ જીનું ભાષણ ભારતના 130 કરોડ ભારતીયોની સંકલ્પ શક્તિને પ્રદર્શિત કરે છે. વિકટ અને વિપરીત કાળમાં પણ આ દેશ ક્યા પ્રકારથી પોતાનો રસ્તો પસંદ કરે છે, રસ્તો નક્કી કરે છે અને રસ્તા પર ચાલતા સફળતા પ્રાપ્ત કરે છે. આ બધુ રાષ્ટ્રપતિ જીએ પોતાના અભિભાષણમાં કહ્યુ. 


- પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આત્મનિર્ભર ભારતે એક બાદ એક પગલા ભર્યા છે. એટલું જ નહીં ભારતે દુનિયાના દેશોની મદદ કરી છે. 


- પીએમ મોદીએ આગળ કહ્યુ કે, પોસ્ટ કોરોના બાદ દુનિયામાં એક નવા સંબંધોનું વાતાવરણ આકાર લેશે. એવી સ્થિતિમાં ભારત એક ખુણામાં કપાયને ન રહી શકે. આપણે એક મજબૂત પ્લેયરના રૂપમાં ઉભરીને નિકળવુ પડશે. ભારતે સશક્ત થવું પડશે અને તેનો એકમાત્ર રસ્તો છે આત્મનિર્ભર ભારત. 


- પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કોરોના સામે જીતવાની ક્રેડિટ દેશની જનતાને આપી સાથે ડોક્ટરો, સ્વાસ્થ્યકર્મીઓ અને સફાઈ કર્મીઓની પ્રશંસા કરી. 


- કોંગ્રેસના મનીષ તિવારીનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યુ- આ ભગવાનની જ કૃપા છે કે કોરોનાથી દુનિયા હલી પરંતુ ભારત બચી ગયું. કોરોના કાળમાં ડોક્ટર અને નર્સ ભગવાન બનીને આવ્યા. કોરોના કાળમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ભગવાનના રૂપમાં આવ્યો. 


- પીએમ મોદીએ સંસદમાં કહ્યુ કે, કસોટી ત્યારે થાય છે જ્યારે સંકટ હોય છે. ઘણા દેશોએ લોકોને પૈસા આપ્યા જેથી મદદ થઈ શકે. દેશો પાસે પૈસાનો ઢગલો હોવા છતાં લોકો સુધી પૈસા ન પહોંચ્યા. પરંતુ આ ભારત છે જે કોરોના કાળમાં 75 કરોડ ભારતીયોને 8 મહિના સુધી રાશન પહોંચાડી શકે છે. આ ભારત છે જેણે જનધન, આધાર અને મોબાઇલ દ્વારા 2 લાખ કરોડ રૂપિયા આ કાલખંડમાં લોકો સુધી પહોંચાડ્યા. 


- આ કાલખંડમાં પણ અમે રિફોર્મનો સિલસિલો જારી રાખ્યો અને અમે તે ઇરાદાથી ચાલ્યા કે ભારત જેવી અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટે અમારે કઠોર પગલાં ભરવા જોશે. અને તેનું પરિણામ છે કે આજે ટ્રેક્ટર હોય કે ગાડી રેકોર્ડ વેચાણ થઈ રહ્યું છે. જીએસટીનું રેકોર્ડ કલેક્શન થઈ રહ્યું છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે, કોરોના કાળમાં અમારા કિસાનોના પડકારને ધ્યાનમાં રાખતા અમે કૃષિ કાયદો લાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ કાયદાના કન્ટેન્ટ પર ચર્ચા કરવાની જગ્યાએ અમારી વિપક્ષી પાર્ટીઓએ કૃષિ કાયદાના રંગ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, જો વિપક્ષી પાર્ટીઓ કૃષિ કાયદાના કન્ટેન્ટ પર ચર્ચા કરે છે તો અમારા કિસાન ભાઈ-બહેનોના મનમાં ગેરસમજણ ન થાત. પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશના કિસાન ભાઈ અફવાનો શિકાર થયા. આ વચ્ચે ગૃહમાં હંગામો શરૂ થયો અને પીએમ મોદી થોડીવાર માટે બેસી ગયા. 


- પીએમ મોદીએ કહ્યુ કે, આંદોલન કરી રહેલા બધા કિસાન ભાઈઓનું આ ગૃહ અને સરકાર આદર કરે છે. સરકારના વરિષ્ઠ મંત્રી સતત કિસાનો સાથે વાતચીત કરી રહ્યાં છે. 


- પીએમ મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો, જેના કારણે પીએમ મોદીએ ભાષણ રોકવુ પડ્યુ હતું.


- કોંગ્રેસ સાંસસ અધીર રંજન જ્યારે ફપી બોલવા લાગ્યા તો પીએમ મોદીએ કહ્યુ- અધીર રંજન જી આ વધુ થઈ રહ્યુ છે. હું તમારૂ સન્માન કરુ છું પરંતુ આ પ્રકારે ન કરો પ્લીઝ. 


- પીએમ મોદી બોલ્યા- જે થયું નથી તેનો ડર ફેલાવવામાં આવી રહ્યો છે. આવી રીત આંદોલનજીવી અપનાવે છે. હું કિસાનોને પૂછવા ઈચ્છુ છું કે તે જણાવે કોણ તમારો હક છીનવી રહ્યું છે. 


- આ કાયદો બંધ નહીં પરંતુ કિસાનોની આઝાદી માટે છે. પ્રગતિ માટે કેટલાક કાયદા જરૂરી હોય છે. 


- પીએમ મોદીના સંબોધન દરમિયાન હોબાળો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની તે સ્થિતિ થઈ ગઈ છે કે રાજ્યસભામાં તેમના એક વક્તા બીજુ કંઈ બોલે છે અને લોકસભામાં બીજા વક્તા બીજુ કંઈ...


- અમે માનીએ કે તેમાં ખરેખર કોઈ કમી હોય, કિસાનોનું નુકસાન હોય, તો ફેરફાર કરવામાં શું જાય છે. આ દેશ દેશવાસીઓનો છે. અમે કિસાનો માટે નિર્ણય કરીએ છીએ, જો કોઈ એવી વાત જણાવે કે યોગ્ય નથી, તો અમને કોઈ સંકોચ નથી. 


- કાયદો લાગૂ થયા બાદ ન દેશમાં કોઈ બજાર બંધ થઈ, ન કોઈ એપીએમસી. આ સત્ય છે. એટલું જ નહીં આ કાયદો બન્યા બાદ એપીએમસીની ખરીદી પણ વધી છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે, નવો કાયદો કોઈ માટે બંધન નથી. જ્યાં વિકલ્પ છે ત્યાં વિરોધની જરૂર નથી. આંદોલનજીવી જે થયું નથી તેનો ભય પેદા કરી રહ્યાં છે. આ સરકારની ચિંતાનો વિષય નહીં પરંતુ દેશની ચિંતાનો વિષય હોવો જોઈએ. કોંગ્રેસ અને કેટલાક પક્ષોએ જોરજોરથી પોતાની વાતો કહી. દહેજ વિરુદ્દ કાયદાની માંગ કોઈએ નથી કરી, ત્રિપલ તલાક પર કાયદાની માંગ કોઈએ નથી કરી. બાળ વિવાદ, શિક્ષણ પર અધિકાર માંગ કર્યા વગર આપવામાં આવ્યા. આટલા સુધાર થયા તો જનતાએ તમામ ફેરફારનો સ્વીકાર કર્યો કે નથી કર્યો તે બધા જાણે છે.